દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ તેના કરોડો ગ્રાહકોને ભેટ આપી છે. બેંકે 180 દિવસથી 210 દિવસો સુધી અને 211 દિવસોથી એક વર્ષ ઓછા પીરિયડવાળી એફડી પર વ્યાજ દર વધાર્યા છે. SBIએ આ ફિક્સ ડિપોઝીટ પર 0.25 ટકા વ્યાજ વધારી દીધું છે. RBIના નવા નિયમો પ્રમાણે, હવે બેંક 2 કરોડ રૂપિયા સુધીની લિમિટને વધારીને 3 કરોડ રૂપિયા કરી શકે છે. SBI બેંકના નવા દરો 3 કરોડ રૂપિયા સુધીની એફડી માટે છે. આ નવા દરો 15 જૂન 2024થી લાગુ થઈ ગયા છે.
7 દિવસથી 45 દિવસઃ સામાન્ય જનતા માટે - 3.50 ટકા, સીનિયર સિટીઝન માટે- 4 ટકા
46 દિવસથી 179 દિવસઃ સામાન્ય જનતા માટે - 5.50 ટકા, સીનિયર સિટીઝન માટે- 6 ટકા
180 દિવસથી 210 દિવસઃ સામાન્ય જનતા માટે - 6.25 ટકા, સીનિયર સિટીઝન માટે- 6.75 ટકા
211 દિવસથી 1 વર્ષથી ઓછા દિવસઃ સામાન્ય જનતા માટે - 6.50 ટકા, સીનિયર સિટીઝન માટે- 7 ટકા
1 વર્ષથી 2 વર્ષ ઓછાઃ સામાન્ય જનતા માટે - 6.80 ટકા, સીનિયર સિટીઝન માટે- 7.30 ટકા
2 વર્ષથી 3 વર્ષ ઓછાઃ સામાન્ય જનતા માટે - 7 ટકા, સીનિયર સિટીઝન માટે- 7.50 ટકા
3 વર્ષથી 5 વર્ષ ઓછાઃ સામાન્ય જનતા માટે - 6.50 ટકા, સીનિયર સિટીઝન માટે- 7.25 ટકા
5 વર્ષથી 10 વર્ષ માટેઃ સામાન્ય જનતા માટે - 6.50 ટકા, સીનિયર સિટીઝન માટે- 7.50 ટકા