Top Stories
નક્ષત્રો સંજોગ: હાથી નક્ષત્ર ક્યારે? કયું વાહન? કેટલાં દિવસ? ભારે વરસાદ આગાહી?

નક્ષત્રો સંજોગ: હાથી નક્ષત્ર ક્યારે? કયું વાહન? કેટલાં દિવસ? ભારે વરસાદ આગાહી?

હવામાન વિભાગે જણાવ્યું છે કે 27 તારીખ પછી વરસાદનું જોર વધશે. જ્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી 28 તારીખથી રાજ્યમાં હસ્ત નક્ષત્ર નક્ષત્રની શરૂઆત થશે. હસ્ત નક્ષત્રમાં સારો વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવે છે. જ્યારે ભારે વરસાદ પાકતા (લણણી) પાકોને વ્યાપક નુકશાન પહોંચાડી શકે છે.

હસ્ત નક્ષત્રની શરૂઆત?
ભાદરવા વદ, છઠ્ઠ અને સોમવારે તારીખ 28-09-2021ના રોજ સૂર્યનું પરિભ્રમણ હસ્ત નક્ષત્રમાં થશે અને સવારે 6 અને 44 મિનિટે હસ્ત નક્ષત્રની શરૂઆત થશે. ગામડાંનાં લોકો હસ્ત નક્ષત્રને હાથી નક્ષત્ર તરીકે ઓળખે છે. ૦૯-૧૦-૨૦૨૧ સુધી હસ્ત ચાલુ રહશે.

હસ્ત નક્ષત્રનું વાહન શું છે? 
ફાલ્ગુની નક્ષત્રમાં દેડકો વાહન હતું તેમ હસ્ત નક્ષત્રમાં વાહન ઘોડો છે. ત્યાર બાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે જેમનું વાહન મોર હશે. હસ્ત નક્ષત્ર બાદ વરસાદનાં બીજા બે નક્ષત્રો બાકી રહશે: ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર

હસ્ત નક્ષત્રમાં વરસાદ આગાહી? 
હાથી નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રમાં પવનની ગતિ પણ જોવા મળતી હોય છે. હસ્ત નક્ષત્રની શરૂઆતમાં ગુજરાતના જુદા-જુદા ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેલી. હસ્ત નક્ષત્રનો અતિભારે વરસાદ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડતો હોય છે.

હસ્ત નક્ષત્રમાં હવામાન વિભાગની આગાહી?
28 તારીખ છે હસ્ત નક્ષત્ર ચાલુ થશે. ત્યારે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે 27 તારીખથી ગુજરાતમાં વરસાદ જોર જોવા મળશે. ૨૭ અને ૨૮ તારીખે હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાથે જણાવ્યું છે કે નવરાત્રિમાં પણ હળવો વરસાદ ગુજરાતમાં ચાલુ રહેશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ગુજરાતમાં મેઘમહેર યથાવત જોવા મળશે.