Top Stories
Skymet અને હવામાન દ્વારા આગામી 48 કલાક ભારે વરસાદ આગાહી, જાણો ક્યાં ક્યાં જીલ્લામાં?

Skymet અને હવામાન દ્વારા આગામી 48 કલાક ભારે વરસાદ આગાહી, જાણો ક્યાં ક્યાં જીલ્લામાં?

સ્કાયમેટ ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર મધ્ય ભારતમાં બંગાળની ખાડી માંથી આવેલ લો-પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ બની અને સ્થિત છે. જે ધીમે ધીમે મધ્યપ્રદેશ, રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. લો પ્રેશર સિસ્ટમ આગળ વધતાં આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી ખાનગી સંસ્થાએ જણાવી છે.

સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આગામી ૪૮ કલાક દરમિયાન જોવા મળશે. જેમની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે.

ઉત્તર મધ્ય ભારત તરફ વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ પહોંચતા હવામાન વિભાગે પણ રવિવારે અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી માં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ જાહેર કરેલ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના બેથી ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 25 જુલાઇના રોજ સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ડાંગ, તાપી, જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવી છે.

હવામાન વિભાગની વેબસાઈટ મુજબ 25 અને 26 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઇ શકે છે. જ્યારે 26 જુલાઇનાં રોજ ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.