Top Stories
આગાહી / હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા...

આગાહી / હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા...

રાજ્યના કોઈક-કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ થતાં હવામાન વિભાગે વરસાદ આગાહી કરી છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

  • હવામાન વિભાગે ફરી આગાહી કરી
  • 15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
  • રાજ્યનાં 80% ડેમો માં 20% થી ઓછું પાણી
  • રાજ્યમાં જળ સંકટના એંધાણ
  • અંબાલાલ પટેલે કરી આગાહી

ચોમાસુ ચાલુ થયું ત્યાર પછી વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં ગુજરાતમાં ૪૪ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હવે આગામી દિવસોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ જણાય રહી છે. જોકે હાલમાં વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના બીજાં અઠવાડિયાંથી ચોમાસું જામશે

1) વરસાદનો ત્રીજો સારો રાઉન્ડ ચાલુ થશે. દક્ષિણ ગુજરાત સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે.

2) 18 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદનું સારું પ્રમાણે રહેશે.

3) 21 થી 23 અને ૨૫થી ૨૮ ઓગસ્ટ દરમિયાન વરસાદનું પ્રમાણ સારું રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

4) લો પ્રેશર બનતાં દક્ષિણ ભારતમાં વરસાદના સારા સંજોગો બની રહ્યા છે ત્યાર પછી ધીમે-ધીમે ગુજરાતમાં પણ સારા સંજોગો સાથે સાનુકૂળ સ્થિતી બનશે.

5) 15મી ઓગસ્ટ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે છે સાથે અરબી સમુદ્રમાં પણ હળવું દબાણ સર્જાશે.

6) દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

7) જોકે વરસાદની આગાહી અંગે પ્રયાસ કરીએ છીએ પણ સત્યની નજીક જવું એ કુદરતનાં હાથમાં છે એવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

8) 15 તારીખ સુધી હળવા ઝાપટાં ચાલુ રહેશે. ત્યાર બાદ સારા વરસાદની અપેક્ષા રાખી શકાય છે. 

9) ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગાજવીજ સાથે વરસાદ થશે.

10) 28 ઓગસ્ટ પછી September's મહિનામાં સારો વરસાદ થશે. ગુજરાતમાં વરસાદની ખોટ પૂરી થશે.