Top Stories
khissu

18-24માં વરસાદ / જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે?

નમસ્કાર ખેડૂત મિત્રો, હાલમાં અરબી સમુદ્રનાં વાદળો દૂર જતાં રહ્યાં છે. આકાશ ચોખ્ખું થઈ ચૂક્યું છે. પવનની ઝડપમાં ઘટાડો નોંધાયો છે. હવે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત પર બંગાળની ખાડીનાં નવા વાદળો છવાયેલા જોવા મળશે અને વરસાદી માહોલ પણ સર્જાશે.

હવામાન વિભાગની વેબસાઇટ મુજબ આજની સ્થિતિની વાત કરીએ તો દક્ષિણ ઓરિસ્સા - ઉત્તર આંધ્ર પ્રદેશ લાગુ બંગાળની ખાડીમાં લો પ્રેશર બની ચૂક્યું છે. જે લો-પ્રેશર મજબૂત વેલમાર્ક બની ધીમે-ધીમે આગમી 24 કલાકમાં આગળ વધશે. જેમ-જેમ ગુજરાત નજીક આવશે તેમ વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધવાની શક્યતા છે.

શું છે 18થી 25 તારીખ દરમિયાન વરસાદ આગાહી?
તાપમાન: ૧૮થી ૨૫ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ૩૩થી ૩૫°C આસપાસ રહે તેવો અંદાજ છે.

વરસાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની સીધી અસર ગુજરાત પર થાય તેવી શક્યતાઓ ઓછી છે. કેમકે સાયક્લોનિક સરક્યુલેશનની સામે એન્ટી સાયકલોનીક સરકયુલેશન થોડું વધારે મોટું છે. પરંતુ તૈયાર થતી usc પર ભેજવાળા પવનો જવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હાલની શક્યતા મુજબ 20mm થી 50mm સુધીનો વરસાદ જોવા મળી શકે છે. તો કોઈક વિસ્તારમાં 100mm સુધીનો વરસાદ પણ જોવા મળી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 10mmથી 30mm સુધીના વરસાદ જોવા મળી શકે છે. જોકે જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ વધારે અંદાજ આવશે.

ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. લો-પ્રેશર સિસ્ટમની વધારે અસર સૌરાષ્ટ્ર બાજુ થાય એવી શક્યતા જણાતી નથી. પરંતુ ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટીને કારણે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે એવા સંજોગો જણાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અમુક અમુક વિસ્તારમાં જ ભારે વરસાદ પડે તેવી સ્થિતિ જણાઈ રહી છે. બાકી 10થી 25mm સુધીનો ઝાપટાં સ્વરૂપે વરસાદ થઈ શકે છે.

ખાસ નોંધ: અહીં ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે સિસ્ટમ નજીક આવશે તેમ ઘણા ફેરફારો જોવા મળી શકે છે. વરસાદની official માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું. કુદરતી પરિબળોને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે.