હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે દેશમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં સારો વરસાદ પડી શકે છે. બે મહિનામાં ૯૫ થી ૧૦૫ ટકા વરસાદ પડી શકે છે. દેશમાં સરેરાશ 428 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.
હવામાન ખાતાની આગાહી મુજબ સાઉથવેસ્ટ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપર હળવું દબાણ સર્જાયું છે, જેમને કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 4 ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
૧) રાજ્યના ૯૪ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું પાણી
૨) આગમી સાત દિવસ સારા વરસાદની શક્યતાઓ નહીંવત્
૩) રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં 36% વરસાદની ઘટ
૪) નવ વર્ષ પછી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ
૫) ગુજરાત રાજ્યમાં 2 દિવસ સારો વરસાદ પડી શકે છે.
૬) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે.
૭) ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.
૮) ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડે તેવી શક્યતા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં ઝાપટાંનો વરસાદ નોંધાયો છે. જોકે ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ હજી વરસાદની ઘટ નોંધાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એવરેજ 12 ઇંચ સાથે સિઝનનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે.
લો પ્રેશર ને કારણે પડશે વરસાદ.
હાલમાં વેસ્ટ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપર હળવું દબાણ સર્જાયું છે જેમના ટ્રફને કારણે ગુજરાત રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન ખાતાએ વરસાદના આંકડા જણાવતા જણાવ્યું હતું કે હજી રાજ્યમાં ૩૬ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. જો કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે સારા વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતનાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી?
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદ ભલે મોડો થઈ રહ્યો છે પરંતુ ચોમાસુ સારુ રહેશે જેથી ખેડૂત મિત્રો ચિંતા ન કરે. હાલમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય એટલા માટે સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.