Top Stories
khissu

આગાહી બદલી / રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર, અતિભારે 40-60km જડપ સાથે વરસાદ...

ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢમાં ફરી એક વખત રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની સાથોસાથ ૪૦-૬૦ કીમી પ્રતિ કલાકે પવન પણ ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 તારીખથી વરસાદ જોર વધશે, પરંતુ રેડ એલર્ટ સુધીની આગાહી જણાવી નાં હતી, આજે આગાહીમાં ફેરફાર કર્યો છે અને હવે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

હજી તો એક વરસાદ રાઉંડ પુરો નથી થયો ત્યારે રાજ્યમાં ફરી એક વખત રેડ અલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આજના દિવસે પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને પગલે દરિયા કિનારાના માછીમારોને દરિયો ન ખેડવાની જવાની સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં રાજકોટ, જામનગર અને જુનાગઢમાં ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતમાં લગભગ 200 થી વધારે રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 162 પંચાયત રસ્તાઓ તથા 20 અન્ય રસ્તાઓ બંધ થયા છે. આ રસ્તાઓ બંધ થવાના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોના 55 રૂટ બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યના આ જીલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ: ગુજરાતમાં રાજકોટ, જામનગર અને જુનાગઢમાં રહેતાં લોકોના પરિસ્થિતિ ખરાબ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર સહિત ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રની સાથોસાથ મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર અને અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.