Top Stories
હવામાન પલટાયું / આવતી કાલે લો-પ્રેશર બનશે, ક્યાં રસ્તે ગુજરાત પર આવશે? કઈ તારીખે ભારે અસર?

હવામાન પલટાયું / આવતી કાલે લો-પ્રેશર બનશે, ક્યાં રસ્તે ગુજરાત પર આવશે? કઈ તારીખે ભારે અસર?

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સાવ ખુલ્લું વાતાવરણ થઈ ચૂક્યું છે. ફરી વરસાદી વાતાવરણ બને તેવું હાલ જણાતું નથી, પરંતુ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે આવતી કાલે (6 તારીખ દરમિયાન) બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ જશે. લો-પ્રેશર સક્રિય બન્યા બાદ આંધ્રપ્રદેશ, વિશાખાપટનમ, તેલંગણા, મધ્યમ મહારાષ્ટ્ર થઈને 8 તારીખ આજુબાજુ ગુજરાત નજીક આવી જશે. નજીક આવશે ત્યારે મહારાષ્ટ્ર-ગુજરાતમાં 3.1 કિ.મીની ઊંચાઈ પર બહોળું સર્ક્યુલેશન બનશે. શિયર ઝોન સાથે સિસ્ટમ મજબૂત બની શકે છે.

લો-પ્રેશર ગુજરાત નજીક આવશે ત્યારે થોડી નબળી પરંતુ મજબૂત અવસ્થામાં હશે. જેમને અરબી સમુદ્રનાં ભેજવાળા પવનો મળતા સારો વરસાદ ગુજરાતમાં આપશે. 6 તારીખ સુધી ઝાપટાં પડી શકે છે. 7 તારીખથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ સક્રિય બની જશે. આ રાઉન્ડમાં 8-9 તારીખે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં નોંધાશે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનાં સંજોગ પણ બની રહ્યાં છે.

સાર્વત્રિક વરસાદ આગાહી?
હવામાન વિભાગે 6 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. 7-9 તારીખમાં ગાંજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી કરી છે. નવી લો-પ્રેશર સિસ્ટમનાં ભાગરૂપે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ ધ્વારા વ્યક્ત કરાવવામાં આવી છે.

7 તારીખે વરસાદ આગાહી? તાપી, આહવા, સુરત, વલસાડ, નવસારી, દીવ, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને ડાંગ સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

8 તારીખે ક્યાં જીલ્લામાં આગાહી?
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, પાટણ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. સાથે સમગ્ર ગુજરાતમાં સામાન્ય હળવો વરસાદ પડશે. 

9 તારીખે આગાહી? 
ગુજરાતમાં 8-9 તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જોકે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ આગાહી છે. સાથે રાજ્યના અલગ-અલગ ભાગમાં સારો વરસાદ પડશે. હાલમાં પૂર્ણ થયેલ સિસ્ટમ કરતા આવનાર સિસ્ટમ મોટી છે જેથી વરસાદ પડવાની સંભાવના ઘણી છે.

અશોક પટેલે કરી સાર્વત્રિક વરસાદની આગાહી.
ગુજરાતનાં જાણીતા વેધર એનાલીસીસ અશોક પટેલે જણાવ્યું છે કે 7 થી 13 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદનાં સંજોગો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય બનતાં આવનાર સપ્તાહ સારો વરસાદ પડશે. જોકે હાલમાં ભલે વાતાવરણ ચોખ્ખું છે પરંતુ 8-9-10 તારીખમાં સારો વરસાદ પડશે. મંગળવારથી ગુજરાતમાં સારો વરસાદ પડશે. 

આવનારા દિવસોમાં સારા વરસાદનાં સંજોગો વરસાદની ખોટ પૂરી કરશે. દુષ્કાળ અને સિંચાઈના પાણીની ઘટ પૂરી કરે તેવી આશાઓ. ઉત્તર ગુજરાત અને પશ્વિમ સૌરાષ્ટ્ર સાથે બીજા અનેક જીલ્લામાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં સારો વરસાદ પડે તેવા સંજોગો ઉભા થયા છે. 

સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વરસાદની વધારે માહિતી અમે Khissu ની Application માં જણાવતાં રહીશું. માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂતો સુધી શેર કરી દેજો. અમારા ફેસબુક પેજ ને follow કરજો. Khissu Youtube પર વિડિયો જોવા ચેનલ સાથે જોડાઈ જજો.