Top Stories
વરસાદ એલર્ટ / તોફાની પવન સાથે ધોધમાર વરસાદ આગાહી? જાણો ક્યાં-ક્યાં જિલ્લા?

વરસાદ એલર્ટ / તોફાની પવન સાથે ધોધમાર વરસાદ આગાહી? જાણો ક્યાં-ક્યાં જિલ્લા?

ગઈ કાલથી ગુજરાતનાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈ રાત્રીથી અને સવારથી ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરામાં અચાનક જ મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો જે એક કલાક માં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે હજી આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17-18 જૂનમાં કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, સાબરકાઠાં, અમદાવાદ અને આનંદમાં પવન સાથે વરસાદની આગાહી છે. જ્યારે 19 તારીખે ગાંધીનગર, આણંદ અને ખેડામાં, જ્યારે 20 તારીખે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. સાથે જણાવ્યું હતું કે 20-21 જૂનથી વરસાદનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગે પોતાની વેબસાઈટમા જાહેર કરેલ આગાહી.આગાહી આજ સવારથી કાલના સવારના 8 વાગ્યા સુધીની છે (૨૪ કલાક) 

  • 17 જૂનની સવાર સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 18 જૂનના રોજ કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને મહિસાગર, જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
  • 19 જૂન સવાર સુધીમાં કચ્છ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં હળવા વરસાદની જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 20 જૂનના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દિવ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 21 જૂન ની સવાર સુધી ની આગાહી માં કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દિવ ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઈ કાલે અમદાવાદ, ખેડામાં અને આણંદમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો ત્યાર બાદ ઉત્તર ગુજરાતનાં અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદ એક્ટિવિટી નોંધાઈ હતી.

દોસ્તો, હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાતમાં વરસાદના આગમન કે પછી કોઈપણ હલચલ વિશેના સમાચાર જાણતાં રહેવા અમારી khissu ની એપ્લિકેશનને પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી લો.