હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.
હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો બીજી તરફ છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ,પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આ તરફ આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે.
તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દ્વરકા, મોરબીમાં વરસાદની સંભાવના છે. આ સાથે જામનગર, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. આ તરફ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગાંધીનગર, પાટણ, મહેસાણામાં વરસાદની સંભાવના છે
આ સાથે રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી નીકળી છે.