khissu

ભારે વરસાદ રાઉંડ: આજથી બે દિવસ હવામાન આગાહી; જાણો જિલ્લા લિસ્ટ

આજે 24 જૂને પણ પવનની દિશા નોર્થ-વેસ્ટની રહેશે, જેમને આપણે વરસાદી પવન કહીએ છીએ. આજે વરસાદની સંભાવનાની વાત કરીએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એક્ટિવિટી નોંધપાત્ર રહેશે. જ્યારે કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં લોટરી સમાન રાઉન્ડ આવી શકે છે.

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર લાગુ રાજકોટ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વિસ્તાર વધશે. બાકીના જીલ્લામાં વાતાવરણ પલટો આવશે.

ગુજરાતમાં હવામાન વિભાગની બે દિવસ આગાહી? 
હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.