વાહન વ્યવહારના નિયમો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. આના ઉલ્લંઘન કરનાર માટે કડક નિયમો લાગુ કરાયા છે..ભારતમાં ટુ વ્હિલર ચલાવતી વખતે હેલમેટ પહેરવું ફરજિયાત છે. હેલમેટ ન પહેરવાથી 5,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જોકે કેટલાકને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ લોકો ટ્રાફિક પોલીસ સામે હેલમેટ વિના ટુ વ્હિલર ચલાવી શકે છે, કારણ કે સરકારે તેમને આ છૂટ આપી છે.
સીખ સમુદાયના લોકોને મુકિત
ભારતમાં સીખ સમુદાયના લોકોને હેલમેટ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ કે સીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરે છે. આ કારણે તેઓ હેલમેટ પહેરી શકતા નથી. હેલમેટ પહેરવાનો હેતુ લોકોના માથાને ગંભીર ઇજા થવાથી બચાવવાનો છે.
સીખ સમુદાય માટે તેમની પાઘડી જરૂરી સુરક્ષા આપે છે. સીખ વ્યક્તિની પાઘડી અકસ્માતની સ્થિતિમાં હેલમેટ જેવું કામ કરે છે અને તેમને માથાની ગંભીર ઇજાઓથી બચાવવામાં મદદ કરે છે. પરિણામે, સરકારે આ સમુદાયને હેલમેટના નિયમમાંથી મુક્તિ આપી છે.
કેટલાક તબીબી સંજોગોમાં પણ હેલમેટ મુક્તિ
જો કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ તબીબી સ્થિતિ હોય જે તેને હેલમેટ પહેરવામાં રોકે છે, તો તેને પણ આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ આ છૂટ મેળવવા માટે, તેમને તેમના દાવાને સમર્થન આપવા માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે.
ભારતમાં હેલમેટ કાનૂન
ભારતમાં ટ્રાફિક નિયમન કાયદા અનુસાર, દેશના તમામ ટુ-વ્હીલર વાહન સવારો માટે હેલમેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમની કલમ 129 અનુસાર, જો તમે હેલમેટ વિના બાઇક અથવા અન્ય ટુ વ્હીલર ચલાવતાં ઝડપાઈ જશો, તો તમારે 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
સાથે, તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે. નવા મોટર વાહન અધિનિયમમાં એવું પણ ફરજિયાત કરાયું છે કે ચાર વર્ષથી વધુ ઉંમરનું કોઈપણ બાળક બાઇક પર બેસે ત્યારે હેલમેટ પહેરવું જ પડશે. આ જ રીતે, ટુ વ્હિલરમાં પાછળ બેસેલા મુસાફર માટે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.