khissu

બાળકોને Super Kid's બનાવવા માટે ચીકન બ્લડનાં ઇન્જેક્શન આપી રહ્યુ છે ચાઇના !

ચીન એક એવો દેશ છે, જે કંઈક અલગ કરવાના ચક્કરમાં રહે છે.  વિશ્વ સાથે સ્પર્ધા કરવા માટે, તે કંઈક કરે છે જે ખૂબ જ વિચિત્ર છે.  ખાદ્યપદાર્થોની બાબતમાં ચીન દુનિયાથી અલગ છે.  કીડા, ઝેરી સાપથી લઈને ચીનના લોકો એ બધું ખાઈ શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.  હાલમાં જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.  આ સમાચાર અનુસાર, ચીનના લોકો તેમના બાળકોના શરીરમાં ચિકન બ્લડના ઇન્જેક્શન મેળવી રહ્યા છે.  આ વાત થોડી વિચિત્ર છે, પણ સાચી છે.

એક રિપોર્ટ અનુસાર, ચીની માતા-પિતા તેમના બાળકોને ફૂર્તિલા બનાવવા માટે ચિકન લોહીના ઇન્જેક્શન લગાવી રહ્યા છે.  આ સમગ્ર મામલે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે.

બાળકોને નહિ પડે ટાલ: મળતી માહિતી મુજબ, ચિકનના લોહીમાં સ્ટેરોઈડની માત્રા હોય છે, જે બાળકો માટે યોગ્ય છે.  આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના બાળકો સુપરકિડ બની જશે.  તેની ટાલ પડવાની સમસ્યા કાયમ માટે ખતમ થઈ જશે. ચાઈનીઝ પેરેન્ટ્સ વચ્ચે બ્લડ ઈન્જેક્શન મેળવવાની હરીફાઈ ચાલી રહી છે. ચીની લોકો તેમના બાળકોને માત્ર ઈન્જેક્શન જ નથી અપાવી રહ્યાં પરંતુ અન્ય માતા-પિતાને પણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

ચીનના માતા-પિતા પોતાના બાળકોને શ્રેષ્ઠ બનાવવા માટે આવા પગલાં લઈ રહ્યા છે.  હવે આ મામલામાં કેટલું સત્ય છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.  તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે?