khissu

માર્કેટમાં ડુંગળીના ભાવ કેટલાં ટકી રહેશે? સતત ઘટાડા બાદ જાણો આજનાં ઉંચા ભાવ

ડુંગળીના બજાર ભાવમાં સતત ઘટાડો ચાલી જ રહ્યો છે. બજારમાં છેલ્લા પંદર દિવસમાં ભાવ અડધા થઈ ગયાં છે. મહુવામાં લાલ ડુંગળીના જે ભાવ રૂ. ૭૦૦ ની ઉપર પહોંચ્યાં હતાં, જે હવે ઘટીને રૂ. ૪૦૦ ની સપાટી પર આવી ગયાં છે. આગામી દિવસોમાં નાશીકમાં નવી ડુંગળીની આવકો વધશે એટલે ભાવમાં હજી પણ ઘટાડો થાય તેવી ધારણાં છે. લાલ ડુંગળીના ભાવમાં પ્રતિ મણે રૂ. ૧૦૦ થી ૧૫૦ નો ઘટાડો આવી શકે છે. હાલ લાલ ડુંગળીના નબળાં માલનો ભાવ પ્રતિ મણે રૂ.૧૦૦ થી ૧૨૫ સુધી ચાલી રહ્યો છે, જેનાં ભાવ ઘટીને રૂ. ૭૦ થી ૮૦ સુધી પણ જઈ શકે છે. 

લાલ ડુંગળીની તુલનાએ સફેદમાં હવે બહુ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાય  રહી છે. સફેદના ભાવ રૂ. ૨૦૦ આસપાસ રહે તેવી શકયતાઓ રહશે. હાલ સારી નિકાસબાર ક્વોલિટીમાં ભાવ રૂ. ૨૫૦ થી ૩૦૦ છે, પરંતુ આ ભાવ બહુ ઓછી ક્વોલિટીમાં મળે છે. સરેરાશ ભાવ રૂ. ૧૫૦ થી ૨૦૦ છે અને આ ભાવથી ડિ-હાઈડ્રેશન કારખાનાઓને ડુંગળીની ખરીદી સારી રહેશે તેવી આશા છે, પરિણામે સફેદનાં ભાવ બહુ ઘટે તેવા સંજોગો નથી, પરિણામે ખેડૂતોએ બજારની સ્થિતિ જાણીને વેચાણ કરવાનો નિર્ણય લેવો વધારે લાભદાયી રહેશે. 

મહુવાનાં તા.૦૬/૦૩/૨૦૨૧ને શનિવારનાં રોજ લાલ ડુંગળીની આવક ૫૨ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૦૦ થી ૪૦૧ બોલાયો હતો. તેમજ સફેદ ડુંગળીની આવક ૯૦ હજાર ગુણી વેપાર સાથે ભાવ ૧૪૦ થી ૨૯૨ બોલાયો હતો.

તા. ૦૬/૦૩/૨૦૨૧ને શનિવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 350 

મહુવા :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 401

ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 371

વિસાવદર :- નીચો ભાવ 101 ઉંચો ભાવ 271

ભાવનગર :- નીચો ભાવ 241 ઉંચો ભાવ 425

જસદણ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 201

પાલીતાણા :- નીચો ભાવ 240 ઉંચો ભાવ 500

તા. ૦૬/૦૩/૨૦૨૧ને શનિવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 292

ગોંડલ :- નીચો ભાવ 101 ઉંચો ભાવ 191

ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 182