પેટ્રોલ-ડિઝલમાં આજે કેટલો વધારો, જાણો તમારા જિલ્લાના ભાવ

પેટ્રોલ-ડિઝલમાં આજે કેટલો વધારો, જાણો તમારા જિલ્લાના ભાવ

હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જ જાય છે. સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઘણી મુશ્કેલીઓ ભોગવે છે જોકે આજના સમયમાં ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જવા માટે વ્હિકલની જરૂરિયાત પડે જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતાં લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળે છે.

મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

દેશની રાજધાનીમાં કાલની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યા :

દેશના પાટનગર દિલ્હીમાં કાલની સરખામણીએ આજે પેટ્રોલની કિંમત સ્થિર રહી છે જ્યારે ડીઝલની કિંમત પણ સ્થિર રહી છે. જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૯૩ રૂપિયા જ્યારે આજે ભાવ સ્થિર રહીને ૯૦.૯૩ રૂપિયા જ રહ્યો છે. તેવી જ રીતે ડીઝલની કિંમત ૮૧.૩૨ રૂપિયા હતી જે આજે પણ ૮૧.૩૨ રૂપિયા રહી.

તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૩૪ રુપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૮.૪૪ રૂપિયા પ્રતિ લિટર થયું.  જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

કાલની સરખામણીએ અમદાવાદમાં આજે ભાવ સ્થિર રહ્યા :

ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૮.૦૮ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૫૭ ₹/ લિટર થયો છે.

તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૭.૬૮ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૭.૭૪ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૯.૫૨ રૂપિયા/લિટર છે.મિત્રો આજે અમદાવાદમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ કાલની સરખામણીએ સ્થિર રહ્યો હતો.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૪/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૮.૦૮ ₹            ૮૮.૦૮ ₹
અમરેલી            ૮૯.૩૮ ₹            ૮૮.૭૨ ₹
આણંદ            ૮૮.૧૫ ₹          ૮૭.૮૩ ₹
અરવલ્લી         ૮૮.૭૧ ₹            ૮૮.૮૮ ₹
ભાવનગર         ૮૯.૨૨ ₹            ૮૯.૫૨ ₹
બનાસકાંઠા       ૮૮.૨૫ ₹           ૮૮.૦૧ ₹
ભરૂચ               ૮૮.૫૧ ₹           ૮૮.૨૦ ₹
બોટાદ             ૮૮.૯૪ ₹        ૮૮.૯૧ ₹
છોટા ઉદેપુર       ૮૮.૦૩ ₹           ૮૮.૨૫ ₹
દાહોદ               ૮૮.૫૧ ₹           ૮૮.૭૮ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૮.૨૬ ₹        ૮૭.૮૧ ₹
ગાંધીનગર          ૮૮.૨૭ ₹          ૮૮.૩૧ ₹
ગીર સોમનાથ     ૮૯.૫૫ ₹       ૮૯.૨૭ ₹
જામનગર          ૮૭.૯૬ ₹         ૮૮.૦૫ ₹
જૂનાગઢ            ૮૮.૯૫ ₹         ૮૮.૫૯ ₹
ખેડા                 ૮૮.૧૮ ₹        ૮૮.૨૦ ₹
કચ્છ                 ૮૮.૩૭ ₹         ૮૭.૯૦ ₹
મહીસાગર         ૮૮.૬૭ ₹         ૮૮.૨૦ ₹
મહેસાણા         ૮૮.૦૬ ₹         ૮૮.૨૫ ₹
મોરબી              ૮૮.૭૫ ₹         ૮૮.૮૫ ₹
નર્મદા              ૮૮.૪૬ ₹         ૮૮.૪૪ ₹
નવસારી            ૮૮.૩૦ ₹         ૮૮.૭૩ ₹
પંચમહાલ         ૮૮.૦૬ ₹         ૮૮.૨૭ ₹
પાટણ              ૮૮.૧૧ ₹         ૮૮.૨૫ ₹
પોરબંદર           ૮૮.૩૩ ₹         ૮૮.૪૯ ₹
રાજકોટ           ૮૭.૮૬ ₹         ૮૭.૮૬ ₹
સાબરકાંઠા      ૮૮.૫૨ ₹         ૮૮.૬૮ ₹
સુરત             ૮૮.૨૯ ₹         ૮૮.૦૯ ₹
સુરેન્દ્રનગર        ૮૯.૩૨ ₹        ૮૮.૨૮ ₹
તાપી            ૮૮.૭૦ ₹          ૮૮.૬૧ ₹
ડાંગ               ૮૯.૩૬ ₹         ૮૮.૮૯ ₹
વડોદરા          ૮૭.૭૫ ₹       ૮૭.૭૫ ₹
વલસાડ         ૮૯.૦૫ ₹          ૮૮.૯૨ ₹