khissu

આ વર્ષે સોનાના ભાવમાં કેટલો વધારો થશે? સર્વેમાં આવ્યો ટાર્ગેટ

સોનાના ભાવમાં લોકો હંમેશા રસ લેતા હોય છે. રોકાણકારો તેના ભાવમાં વધારો અને ઘટાડાને નફા અને નુકસાનના નજરિયાથી જુએ છે, જ્યારે જવેલરી ખરીદનારા ભાવ ઘટવાની રાહ જુએ છે. હાલમાં જ્યારે ચીનની સેન્ટ્રલ બેંકે સોનાની ખરીદીમાં ઘટાડો કર્યો ત્યારે સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું હાલમાં, ચીન સિવાય. અન્ય કેટલાક દેશોની મધ્યસ્થ બેંકો કદાય ટૂંકા ગાળામાં સોનું ખરીદવાનું ટાળશે

આ બેંકો છેલ્લા અઢી વર્ષમાં સોનાની ખરીદીમાં ઘણી આક્રમક રહી છે. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ સોનામાં રોકાણ કરવું કે નહીં તે પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે કારણ કે મે મહિનામાં સ્પોટ ગોલ્ડ 2 હજાર 449.89 ડોલર પ્રતિ ઔંસના વિક્રમી સ્તરે પહોંચી ગયું હતું. જ્યારે હાલમાં તેની કિંમત 2 હજાર 44989 ડોલર પર છે 2 હજાર 330 ડોલર પ્રતિ ઔંસ છે.

સોનું ખરીદવા માટે સેન્ટ્રલ બેંક ઉત્સાહિત!
આવામાં આ ઘટાડાથી રોકાણકારોની ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે WGC દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ રોકાણકારોના અનેક પ્રશ્નોના જવાબો મળી ગયા છે. WGC ના 2024 સેન્ટ્રલ બેંક ગોલ્ડ રિઝર્વ (CBGR) સર્વેમાં જણાવાયું છે કે 29 ટકા સેન્ટ્રલ બેંકો આગામી 12 મહિનામાં તેમના ગોલ્ડ રિઝર્વને વધારવા માટે ઉત્સાહી છે. ગયા વર્ષના સર્વેમાં દુનિયાની 24 ટકા સેન્ટ્રલ બેન્કો તેમના સોનાના રિઝર્વને વધારવા માટે ઉત્સાહિત હતા, જ્યારે 2022માં 25 25, 2021માં 21 251, 2020માં 20 ટકા અને 2019માં 8 ટકા મધ્યસ્થ બેન્કો સોનાના આગામી 1 વર્ષ વિશે ઉત્સાહિત હતા. 2019 થી હાથ ધરવામાં આવેલા WoC ના આ સર્વેમાં કેન્દ્રીય બેંકોએ આ વર્ષે સોનાની ખરીદીને લઈને સૌથી વધુ ઉત્સાહ દર્શાવ્યો છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

સોનું ખરીદવાનું કારણ બદલાયું
WoC સર્વે મુજબ કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી ચાલુ રાખશે કારણ કે ભૌગોલિક રાજકીય તણાવ અને ફુગાવા વ્યાજ દર જેવા મેક્રો ઇકોનોમિક પરિબળો આ બેંકો માટે વધુ મહત્વપૂર્ણ રહેશે ગયા વર્ષના સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી તેના ઐતિહાસિક મહત્વને કારણે કરે છે. પરંતુ આ વર્ષના સર્વેમાં તે પાંચમા સ્થાને સરકી ગયું છે અને ફુગાવાને માત આપવા માટે સોનાની શક્તિ સૌથી મોટું કારણ છે ખરીદી માટેનું બીજું મુખ્ય કારણ કટોકટીના સમયમાં આ કિંમતી ધાતુનું પ્રદર્શન છે. જ્યારે ત્રીજું કારણ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવામાં સોનાની ભૂમિકા છે અને ચોથું કારણ ડિફોલ્ટની દ્રષ્ટિએ સોનાનું જોખમ-મુક્ત સ્વભાવ છે.

81% સેન્ટ્રલ બેંક સોનું ખરીદશે!
સોનાના રિઝર્વમાં વધારો કરવા અંગે બેંકોના અભિપ્રાયનો પણ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આ જ સર્વેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ 81 ટકા કેન્દ્રીય બેંકોનું

માનવું છે કે આગામી 12 મહિનામાં કેન્દ્રીય બેંકોના કુલ સોનાના રિઝર્વમાં વધારો થઈ શકે છે. જ્યારે 2025ના સર્વેમાં 71 ટકા બેન્કોએ આવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

2022માં 51 281 2021માં 52 ટકા 2020માં 75 ટકા અને 2019માં 54 ટકાએ આગામી 1 વર્ષમાં સોનાના રિઝવમાં વધારો થવાની આગાહી કરી હતી. જો આપણે

સોનાની ખરીદીની વાત કરીએ. તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા મુજબ વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ 2023માં 1,037 ટન સોનાની ખરીદી કરી હતી, જે બીજા નંબરની

સૌથી મોટી ખરીદી હતી, જ્યારે 2022માં 1,082 ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી આવી પરિસ્થિતિમાં આ જોવાનું રસપ્રદ રહેશે કે સોનાના ખરીદદારો 2024માં છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.