Top Stories
khissu

ફંડ ઓફ ફંડ્સમાં પૈસાનું રોકાણ કેટલું યોગ્ય? જાણો સમગ્ર માહિતી

આજકાલ લોકો પૈસાનું રોકાણ ફક્ત સોના કે બેંક એફડીમાં જ નથી કરતા પરંતુ વિવિધ પ્રકારના ફંડમાં કરવા લાગ્યા છે. તેમા ખાસ કરીને રોકાણકારોનું મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષણ વધી રહ્યું છે. તેમા આજકાલ એક ફંડ ઓફ ફંડ શબ્દ બહુ ગાજ્યો છે. તો ચાલો જાણીએ આ ફંડ ઓફ ફંડ શું છે અને તેમા રોકાણ કેટલુ યોગ્ય છે. હવે માની લઈએ કે તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસા રોક્યા છે અને ફંડ મેનેજર તે પૈસાથી કોઈપણ કંપનીના શેર અથવા ડેટ સિક્યોરિટી ખરીદવાને બદલે તે પૈસા અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરે છે. આ કિસ્સામાં તમારા પૈસા ફંડ ઓફ ફંડ્સ (FoF) સ્કીમમાં રોકાણ કરવામાં આવે છે અને નિયમિત ભંડોળ ઉપરાંત રોકાણકારો માટે આ એક રોકાણ વિકલ્પ છે.

હવે જો ફંડ ઓફ ફંડના ફંડ મેનેજર તમારા પૈસાથી અન્ય કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના યુનિટ ખરીદે છે. તે ઘણા પ્રકારના હોઈ શકે છે જેમ કે ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ, ઈન્ટરનેશનલ ETF માં FOF રોકાણ, મલ્ટી-એસેટ FOF ના મલ્ટી મેનેજર FOF. જો કે, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ફંડ ઓફ ફંડમાં અને આમાં નાણાંનું રોકાણ કરવું યોગ્ય છે કે નહીં. કેવા સંજોગોમાં રોકાણ કરવું જોઈએ?

આ સંજોગોમાં એફઓએફમાં નાણાંનું રોકાણ કરવું યોગ્ય 
જો કોઈ રોકાણકાર રોકાણના પોર્ટફોલિયોને લઈને પેસિવ આઉટલુક ધરાવતો હોય, તો તે તેના પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશન અથવા પ્રોડક્ટ લેવલ પર ફંડ ઓફ ફંડની પસંદગી કરી શકે છે.

કોઈ દેશ અથવા કોમોડિટી પર આધારિત ETF ના FOF ETF કરતાં વધુ સારો રોકાણ વિકલ્પ સાબિત થઈ શકે છે કારણ કે ખરીદ કિંમત NAV હશે જે ટ્રેડિંગ દિવસના અંતે બેન્ચમાર્ક મૂલ્યની નજીક હશે.

જો કોઈ હાઈ નેટ-વર્થ પ્રોડક્ટ અને ઓછી લિક્વિડ પ્રોડક્ટમાં રોકાણ કરવાનું  હોય અને જ્યાં રોકાણ માટે રોકાણની ઊંચી મર્યાદા હોય, તો ફંડ ઑફ ફંડમાં રોકાણ કરવું વધુ સારું છે.

આવા કિસ્સાઓમાં એફઓએફમાં રોકાણ કરવું વધુ સારું નથી
જો FOF રોકાણકાર અનુસાર પેસિવ એલોકેશનવાળુ હોય, તો FOF ના ફંડ મેનેજર તમામ એસેટ ક્લાસમાં રોકાણ કરી શકે છે. જો પોર્ટફોલિયોમાં ઘણા FoF હોય, તો પોર્ટફોલિયોની એસેટ ફાળવણીમાં ખૂબ સક્રિય જોખમ હોઈ શકે છે.

ફંડના ઇક્વિટી ફંડમાં રોકાણ કરવું શ્રેષ્ઠ નથી કારણ કે તેમા ડેટ ફંડ્સ પર લાગતો ટેક્સ જેટલો જ ટેક્સ ચૂકવવો પડે છે અને પછી તમારું વળતર ઓછું હોઈ શકે છે જ્યારે ઇક્વિટી પર ટૂંકા ગાળામાં 15 ટકા અને લાંબા ગાળામાં 10 ટકા ટેક્સ લાગશે છે.