ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ૧૦૦%  ચકાસણી કરેલું જીવામૃત જાતે જ બનાવો.
                            
                                                                
                                    06:28 PM, 05 August 2021 - Team Khissu
                                
                                
                                
                                    ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ૧૦૦%  ચકાસણી કરેલું જીવામૃત જાતે જ બનાવો.
https://khissu.com/guj/post/how-to-make-jivaamrut-oraganick-kheti
                                
                             
                            
                            
                                જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તે આ પ્રકારના જીવામૃત નો છંટકાવ કરતા હોય છે. તેમના માનવા મુજબ તેઓ પહેલાં જે રાસાયણિક દવાનો ઉપયોગ કરતાં તેની સામે જીવામૃત ખૂબ જ ફાયદાકારક છે.
મિત્રો આ જીવામૃતની લેબોરેટરી ટેસ્ટિંગ કર્યા બાદ જાણવા મળ્યું છે કે કોઈપણ ખાતર હોય પછી એ DAP હોય કે યુરિયા આ બધા કરતા જીવામૃત ખૂબ જ ઉત્તમ છે.
ચાલો તો આજે આપણે આ જીવામૃત બનાવવાની માહિતી મેળવએ.
૧) જીવામૃત બનાવવા કઈ કઈ વસ્તુની જરૂર પડશે ?
- ૨૦૦ લીટર નું બેરલ
 - ૨૦ કિલોગ્રામ ગાયનું છાણ
 - ૧ કિલોગ્રામ ચણાનો લોટ (કોઈપણ કઠોળ નો લોટ ચાલશે.)
 - ૧ કિલોગ્રામ દેશી ગોળ
 - એક ખોબો માટી (રાફડા ની, વડલા કે પીપળા ના થડની માટી)
 - ૧૦ લિટર ગૌમુત્ર
 
૨) જીવામૃત બનાવવાની રીત :
- સૌપ્રથમ ૨૦૦ લિટરના બેરલને ૧૭૫ લિટર પાણીથી ભરી દેવું.
 - બીજી બાજુ ૨૦ કિલોગ્રામ ગાયનું છાણ, ૧ કિલોગ્રામ ચણાનો લોટ, ૧ કિલોગ્રામ દેશી ગોળ અને એક ખોબો માટી ને બરાબર મિશ્ર કરી લો.
 - હવે તેમાં ૧૦ લિટર ગૌમુત્ર ભેળવી બરાબર સાથળી લો.
 - ત્યારબાદ આ મિશ્રણને ૧૭૫ લિટર પાણી ભરેલા બેરલમાં નાખી બરાબર હલાવો. (મિત્રો એટલું હલાવો કે ચણાના લોટની ગાંગડી રહી ના જાય.)
 - આ મિશ્રણને રોજ સવાર-સાંજ એક જ દિશામાં (ઘડિયાળના કાંટાની દિશામાં) હલાવતાં રહેવું. [અહીં મિત્રો મિશ્રણ હલાવ્યા બાદ તેને તડકો ન પડે તે રીતે કોથળા થી ઢાંકી દેવું.]
 - ૩ થી ૪ દિવસ સુધી રોજ આ રીતે હલાવ્યા બાદ જીવામૃત તૈયાર જશે. મિત્રો શિયાળામાં ૬ થી ૭ દિવસ લાગે છે પરંતુ ઉનાળામાં ૩ થી ૪ દિવસમાં તૈયાર થઈ જશે.
 
૩) જીવામૃત નો છંટકાવ કરવા કેટલા પ્રમાણમાં જીવામૃત પાણી માં ભેળવવું ?
- મિત્રો ૧૦ લિટર પાણી એ ૩૦૦ ml જીવામૃત રહે તે રીતે જીવામૃત ને પાણી માં ભેળવવું.
 -  જીવામૃતને પાણીના ધોરિયા વડે પણ પાઈ શકો છો જેમાં ( ૧ એકર જમીને ૫૦ થી ૭૦ જેટલું જીવામૃત ને પાણીમાં ભેળવી ધોરીયા મારફતે પાકને આપી શકો છો.)
 
તો ખેડૂત મિત્રો આ ઔર્ગેનીક જીવામૃત બનવાની રીત કેવી લાગી અમને જણાવજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો જેથી એ લોકો પણ ઓર્ગનીક ખેતી તરફ વળે અને એમને ખર્શો પણ ઓછો થાઈ...આભાર