ખેડૂત મિત્રો, નોરતાની શરુઆત સાથે જ કપાસની સીઝન આવતી હોય છે. ખેડુતો માટે સફેદ સોનું ગણાતા કપાસના ભાવ હાલ માર્કેટ યાર્ડમાં સારા એવા જોવા મળી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં જે કપાસ હાલ આવતો હોય તે પહેલી વીણી નો કપાસ આવતો હોય છે. જેમાં ઘણા માર્કેટ યાર્ડો નવા કપાસના વધામણાં કરતાં હોય છે. કોડીનાર તાલુકાની અંદર ડોળાસા સબ માર્કેટ યાર્ડ ખાતે ગઈકાલ કપાસની હરાજી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો ને પ્રતિ એક મણે 2250 રૂપિયા અને નીચામાં 1860 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો.
આ પણ વાંચો: આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી: જાણો કેવો વરસાદ રહેશે ?
આ પ્રકારના બજાર ભાવ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ ખૂબ જ સારા એવા માનવામાં આવે છે અને હરાજી નો પહેલો દિવસ ત્યારે કાલના દિવસની અંદર 500 મણ ની આવક થઈ હતી. તેમજ ડોળાસા સબ યાર્ડ ની અંદર ખૂબ જ વધારે કપાસની આવક થઈ હતી. આગાહીના દિવસોની અંદર હજુ પણ કપાસની આવક વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ એ પણ કપાસની આવક વધે તેવી આશાઓ સેવાઈ રહેશે.
ખેડૂતોનું એવું માનવું છે કે પાછલા વર્ષો કરતા અત્યારે ખૂબ સારા એવા પ્રવાહો મળી રહ્યા છે પરંતુ ખર્ચ અને મહેનત ના ભાવ પ્રમાણે ઓછા મળી રહ્યા છે. કપાસની અંદર ભેજ લાગવાની કારણે અત્યારે ભાવ ઓછા મળી રહ્યા હોવાની વાત કરી હતી અને વરસાદ અને ઇયળના ત્રાસને કારણે ઉત્પાદન ઓછું થયું હોવાની માહિતી પણ ખેડૂતોએ માંગ કરી હતી. ખેડૂતોનો માનવું છે કે ખેતીની અંદર જે પણ પ્રકારનો ખર્ચો વધ્યો છે તે પ્રમાણે ભાવ મળતા નથી.
જો કે વૈશ્વિક રૂનાં ભાવમાં ઘટાડો અને ઘરઆંગણે નવા કપાસ-રૂની આવકો સતત વધી રહી હોવાથી ભાવમાં ઘટાડાનો દોર યથાવત છે. આગામી દિવસોમાં રૂનાં ભાવ હજી પણ નીચા આવે તેવી ધારણાં છે.
કપાસનાં ભાવમાં મણે રૂ.૪૦થી ૫૦નો ઘટાડો હતો. નવા કપાસની સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧.૦૯ લાખ મણની આવક થઈ હતી. બોટાદમાં ૨૬ હજાર મણની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૦૦ થી ૧૯૨૦ના હતાં.
હવે જાણી લઈએ આજનાં 30 સપ્ટેમ્બર 2022 ને શુક્રવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1515 | 1792 |
જસદણ | 1400 | 1792 |
બોટાદ | 1401 | 1921 |
જામજોધપુર | 1200 | 1800 |
ભાવનગર | 1400 | 1815 |
જામનગર | 1380 | 1775 |
બાબરા | 1450 | 1850 |
મોરબી | 1460 | 1828 |
હળવદ | 1300 | 1818 |
વિસાવદર | 1653 | 1841 |
તળાજા | 800 | 1651 |
ઉપલેટા | 1240 | 1880 |
વિછીયા | 1350 | 1780 |
ભેસાણ | 1500 | 1840 |
લાલપુર | 1530 | 1879 |
ધ્રોલ | 1640 | 1814 |
પાલીતાણા | 1400 | 1700 |
વિસનગર | 1000 | 1900 |
વિજાપુર | 1420 | 1860 |
માણસા | 1200 | 1740 |
પાટણ | 1465 | 1781 |
થરા | 1620 | 2011 |
સિદ્ધપુર | 1300 | 1840 |
ચાણસ્મા | 1461 | 1780 |
ઉનાવા | 1251 | 1852 |
શિહોરી | 1380 | 1635 |