khissu.com@gmail.com

khissu

આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી: જાણો કેવો વરસાદ રહેશે ?

  મિત્રો હાલ નવરાત્રિનું ચોથું નોરતું શરૂ છે. ત્યારે હવામાન વિભાગની આગાહીથી નોરતા પ્રેમીઓ માં અનેરો ઉત્સાહ છવાય ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની વિદાય ને લઈને મોટા સમાચાર આપ્યા છે.

હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે. પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં વાર લગશે. જો કે ભેજવાળા વાતાવરણને કારણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે, તો ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નથી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી