ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોળકામાં સવા એક ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં એક ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, છોટાઉદેપરુના કવાંટમાં 22 એમએમ, નવસારીના ખેરગામાં 22 એમએમ, સુરેન્દ્રનગરના વઢવાણ અને વલસાડના પારડીમાં 19 એમએમ, ખેડાના માતર અને મહેમદાબાદમાં 17 એમએમ, અમદાવાદના સાણંદ, પંચમહાલના મોરવાહડફ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 12-12 એમએમ વરસાદ પડ્યો હતો.
હવે તૌકતે વાવાઝોડુ ગુજરાતના દ્વાર પહોંચવાની તૈયારી છે. હાલ વાવાઝોડુ મુંબઇ ની નજીક પહોંચ્યું છે અને દિવ થી 290 Km દૂર છે. અત્યારે તે ઉત્તર થી ઉતરપશ્ચિમ તરફ ગતિ કરે જે સૌરાષ્ટ્ર નજીક પહોંચતા પહેલા રી-કર્વે થઈ ઉત્તર થી ઉતરપૂર્વ તરફ ગતિ કરી સૌરાષ્ટ્રમાં ટકરાશે.
આ પણ વાચો: વાવાઝોડા થી કેટલો વરસાદ પડી શકે? ગઈ કાલે ક્યાં વરસાદ પડ્યો હતો?
વાવાઝોડા ના સ્ટેજ ની વાત કરવામાં આવે તો હાલ માં 170 km થી 205km સુધી ના પવનો છે જેને આપણે એક્સટ્રીમલી સીવીયર સાયકલોનમાં ગણી શકાય પરંતુ હવામાન વિભાગ આ અનુસાર હજુ તે 160km થી 185km ના પવનો સાથે વેરી સીવીયર સાયકલોન જ છે. સૌરાષ્ટ્રમાં ટકરાવાનો કાલે સંભવિત વિસ્તાર કહ્યો હતો ત્યાં આજે સાંજ થી મોડી રાત સુધીમાં વાવાઝોડુ ગમે ત્યારે ટકરાશે અને ટકરાશે તે વિસ્તારમાં તેની ઝડપ 160km થી 200km સુધી ઝટકા ના પવનો હશે. સૌરાષ્ટ્ર માંથી પસાર થયા બાદ તે સીધુ ઉત્તર ગુજરાત માંથી પસાર થશે ત્યારે પવન ની ઝડપ ઘણી ઓછી થઈ જશે.
આ પણ વાંચો: સાવધાન શું તમે વેક્સિનનું રજીસ્ટ્રેશન કરવા આ એપનો તો ઉપયોગ નથી કર્યો ને? વેક્સિનના આવા ખોટા SMS થી તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો
ટકરાવા સમયે દિવ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ ના દરિયાકિનારે 1 થી 3 મીટર સુધી ના મોજા આવશે અને પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, અને બાકી ના દરિયાકિનારે 0.5 થી 1 મીટર ઉંચા મોજા આવશે.
વરસાદ ની માત્રા બધે અલગ અલગ રહેશે રેડા ઝાપટા થી માંડી ને 10 ઇંચ સુધી ના વરસાદ જોવા મળશે ક્યાંક એના થી પણ વધી શકે. ફિક્સ વિસ્તારમાં કેટલો પડશે એ કહી ના શકાય પરંતુ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ અસર રહશે ત્યારબાદ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર માં સારી અસર રહેશે.
હજુ પણ દિવસ જતો જશે તેમ તેમ ટકરાવા નો એકજેટ વિસ્તાર ખ્યાલ આવતો જશે.