જો તમે ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે અપડેટ છે. બેંકે જાન્યુઆરી 2026થી ક્રેડિટ કાર્ડ ચાર્જ, રિવોર્ડ પોઈન્ટ્સ અને કેટલાક પોપ્યુલર બેનિફિટ્સમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર બધા રિટેલ ક્રેડિટ કાર્ડ યૂઝર્સ પર લાગુ થશે. આ ફેરફાર નવા વર્ષે 2026માં જાન્યુઆરી-ફેબ્રુઆરીની વચ્ચે તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે.
સૌથી પહેલા વાત હાઈ વેલ્યૂ ટ્રાવેલ ખર્ચની. હવે કેટલીક મર્ચેન્ટ કેટેગરીમાં 50,000 રૂપિયાથી વધારેના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જેવા કે ટ્રેન અથવા બસ ટિકિટ પર 1 ટકા એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત, ટ્રાવેલ સંબંધિત ખર્ચા પર મળનારા રિવોર્ડ પોઈન્ટ પણ મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. Emeralde, Sapphiro અને Rubyx જેવા પ્રીમિયમ કાર્ડ્સ પર મહિનામાં માત્ર 20,000 રૂપિયા સુધીના જ ટ્રાવેલ ખર્ચ રિવોર્ડ મળશે. જ્યારે Coral, Platinum અને અન્ય મિડ-રેન્જ કાર્ડ્સ પર આ લિમિટ 10,000 રૂપિયા થશે
મનોરંજન સંબંધિત ઓફર્સમાં પણ ફેરફાર થયો છે. BookMyShowનો પોપ્યુલર Buy-One-Get-One (BOGO) ઓફર હવે શરત વગર નહીં મળે. આ ઓફરનો ફાયદો લેવા માટે કાર્ડધારકે ગત ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 25,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. ફેબ્રુઆરી 2026થી Instant Platinum કાર્ડ પર આ ઓફર પૂરી રીતે બંધ કરી દેવામાં આવી છે.
સુપર-પ્રીમિયમ એમરાલ્ડ કાર્ડ વપરાશકર્તાઓને પણ આંચકો લાગશે. આ કાર્ડ્સ પર ડાયનેમિક કરન્સી કન્વર્ઝન (DCC) ફી વધારીને 2% કરવામાં આવી છે. વધુમાં, એમરાલ્ડ મેટલ કાર્ડ્સ હવે સરકારી સેવા, કર, બળતણ, ભાડું અને થર્ડ-પાર્ટી વોલેટ વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ મેળવી શકશે નહીં. નવા એડ-ઓન કાર્ડ્સ માટે ₹3,500 ની એક વખતની ફી પણ લાગુ પડશે.
વોલેટમાં રૂપિયા નાખવા પણ મોંઘા થશે. Amazon Pay, Paytm, Mobikwik જેવા વોલેટમાં 5,000 રૂપિયા કે તેનાથી વધારે લોડ કરવા પર 1 ટકા ચાર્જ લાગશે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ જેવા કે, Dream11, MPL વગેરે પર ટ્રાન્ઝેક્શન કરવા પર 2 ટકા એક્સ્ટ્રા ફી લાગશે. મોટાભાગના ફેરફાર 15 જાન્યુઆરી, 2026થી લાગુ થશે, જ્યારે કેટલાક રિવોર્ડ અને બેનિફિટ્સમાં 1 ફેબ્રુઆરી 2026થી કપાત