ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે 2 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા દરો 2 જાન્યુઆરી, 2023થી અમલમાં આવ્યા છે. વ્યાજ દરોમાં ફેરફાર કર્યા પછી, બેંક હવે 7 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર 4.50 ટકાથી 6.75 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.
આ પણ વાંચો: 2023માં કરો સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, અજમાવો SBIની આ 5 જબરદસ્ત ટિપ્સ
નવા વ્યાજ દરો
ICICI બેંક હવે 15 મહિના અને બે વર્ષ વચ્ચેની થાપણો પર મહત્તમ 7.15 ટકા વ્યાજ ચૂકવશે. બેંક હવે 7 દિવસથી 29 દિવસમાં પાકતી થાપણો પર 4.50 ટકા વ્યાજ અને 30 દિવસથી 45 દિવસમાં પાકતી થાપણો પર 5.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
બેંકે 46 થી 60 દિવસમાં પાકતી FD માટે 5.50 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. તે જ સમયે, 61 થી 90 દિવસમાં પાકતી FD પર 5.75 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. 91 થી 184 દિવસમાં પાકતી થાપણો પર હવે 6.25% વ્યાજ મળશે. 185 થી 270 દિવસમાં પાકતી FD પર હવે 6.50 ટકાના દરે વ્યાજ મળશે.
સૌથી વધુ વ્યાજ
ICICI બેંકને 271 દિવસથી એક વર્ષથી ઓછા સમયની થાપણો પર 6.65 ટકા અને 1 વર્ષથી 15 મહિનાની થાપણો પર 7.10 ટકા વ્યાજ મળશે. ICICI બેંક 15 મહિનાથી બે વર્ષ સુધીની થાપણો પર 7.15 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. તે જ સમયે, બેંક બે વર્ષથી એક દિવસથી લઈને 3 વર્ષ સુધીની થાપણો પર 7 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું વચન આપી રહી છે. ત્રણ વર્ષ અને દસ વર્ષની વચ્ચે પાકતી થાપણો પર હવે 6.75 ટકાના દરે વ્યાજ મળશે.
આ પણ વાંચો: આ 3 બેંકોમાં ક્યારેય નહીં ડૂબે નાગરિકોના પૈસા, RBI એ જાહેર કર્યુ આ લિસ્ટ
વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દરો
16 ડિસેમ્બર, 2022 થી, ICICI બેંકના નવા વ્યાજ દરો 2 કરોડથી ઓછી થાપણો પર અસરકારક છે. બેંક 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને FD પર 7.5 ટકાના દરે વ્યાજ આપે છે. આઈસીઆઈસીઆઈ બેંક ઉપરાંત ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, કર્ણાટક બેંક અને ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક સહિતની ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં વધારો કર્યો છે.