ICICI બેંકે તેની લોન મોંઘી કરી દીધી છે. બેંકે તમામ કાર્યકાળના MCLR (માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ)માં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા વ્યાજ દરો 1 માર્ચ 2023થી અમલી બન્યા છે. વ્યાજદરમાં વધારા બાદ હવે સંશોધિત દર 8.50 ટકાથી 8.75 ટકા થઈ ગયો છે.
કેટલો વધ્યો દર
ICICI બેંકના જણાવ્યા અનુસાર, રાતોરાત, એક મહિનાનો MCLR દર 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.45 ટકાથી વધીને 8.55 ટકા, છ મહિનાનો MCLR 8.6 ટકાથી વધીને 8.7 ટકા અને એક વર્ષનો MCLR 8.65 ટકાથી વધીને 8.75 ટકા થયો છે.
આ પણ વાંચો: Axis Bank એ કરી ગ્રાહકોના ફાયદાની વાત, બેંકે FD વ્યાજ દરોમાં કર્યો ફેરફાર
કયા ગ્રાહકોને થશે અસર
એક વર્ષ MCLR નો ઉપયોગ મોટાભાગના ગ્રાહકો દ્વારા હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન માટે બેન્ચમાર્ક તરીકે થાય છે. જે ગ્રાહકોએ MCLR પર લોન લીધી છે તેમના માટે EMI (સમાન માસિક હપ્તા) વધશે. આ ગ્રાહકની રીસેટ તારીખથી લાગુ થાય છે.
તમને જણાવી દઈએ કે, MCLR એપ્રિલ 2016થી શરૂ કરવામાં આવ્યું હતું. MCLR એ આંતરિક બેન્ચમાર્ક છે. વાસ્તવમાં, આ બેંકનો વ્યાજ દર છે, જેનાથી નીચે તે કોઈને લોન આપતી નથી. તે બેંકના પોતાના ભંડોળના ખર્ચ પર આધારિત છે.