Top Stories
ICICI બેંકે વધાર્યો FD પર વ્યાજ દર, જાણો તમને કેટલો થશે ફાયદો

ICICI બેંકે વધાર્યો FD પર વ્યાજ દર, જાણો તમને કેટલો થશે ફાયદો

ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજમાં વધારો કર્યો છે. ICICIએ FD પર વ્યાજમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આ નવા દરો 29 ઓક્ટોબર 2022થી અમલમાં આવ્યા છે. બેંકે આ નવા દરો રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર લાગુ કર્યા છે. બેંકે 31 ઓક્ટોબર એટલે કે આજથી 2 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પરના FD દરમાં વધારો કર્યો છે.

આરબીઆઈએ રેપો રેટ વધાર્યા બાદ દરમાં થયો વધારો  
ફુગાવાને અંકુશમાં લેવા માટે આરબીઆઈ દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં ચાવીરૂપ વ્યાજ દરોમાં કરાયેલા વધારાને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. ICICI બેંક 46 દિવસથી 10 વર્ષની પરિપક્વતા સાથે FD ગ્રાહકોને ઓફર કરે છે. હવે બેંકે FD પરના વ્યાજમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કર્યો છે. બેંક 7 દિવસ - 10 વર્ષની થાપણો સાથેની FD પર 3 ટકાથી 6.25 ટકા વ્યાજ ચૂકવી રહી છે. તે જ સમયે, તે વરિષ્ઠ નાગરિકો માટે 3.50 ટકાથી 6.95 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. ICICI બેંક 2 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચેની FD પર થાપણદારોને 3.75-6.50 ટકા વ્યાજ ઓફર કરે છે.

હવે ICICI બેંકની રૂ. 2 કરોડથી નીચેની FD પર આ નવા દરો છે
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 3.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 4.00 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે - 3.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 4.25 ટકા
61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે - 4.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 4.50 ટકા
91 દિવસથી 120 દિવસ: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
121 દિવસથી 150 દિવસ: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
151 દિવસથી 184 દિવસ: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
185 દિવસથી 210 દિવસ: સામાન્ય લોકો માટે - 5.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.75 ટકા
211 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે - 5.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.75 ટકા
271 દિવસથી 289 દિવસ: સામાન્ય લોકો માટે - 5.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.75 ટકા
290 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.00 ટકા
1 વર્ષથી 389 દિવસ: સામાન્ય લોકો માટે - 6.10 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.60 ટકા
390 દિવસથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.10 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.60 ટકા
15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.10 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.60 ટકા
18 મહિનાથી 2 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.15 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.65 ટકા
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.35 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.85 ટકા
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.95 ટકા.