Top Stories
khissu

આ બેંકે ગ્રાહકોના હિતમાં કર્યો શાનદાર નિર્ણય! હવે ગ્રાહકોને મળશે બચત ખાતા પર વધુ વ્યાજ

સામાન્ય રીતે બેંક તરફથી અમુક ચોક્કસ વ્યાજદરે બચતખાતા પર વળતર આપવામાં આવતું હોય છે. આ વ્યાજ દર આમ તો ચોક્કસ જ હોય છે પરંતુ ક્યારેક કોઇ બેંક તેમાં વધારો કરતી હોય છે જેમ કે, IDFC ફર્સ્ટ બેંક. હા મિત્રો, IDFC ફર્સ્ટ બેંકે તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપતા બચત ખાતા પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે.

IDFC ફર્સ્ટ બેંકે જાહેરાત કરી છે કે, 1 એપ્રિલથી બેંક તેના ગ્રાહકોને 6 ટકાના દરે વ્યાજ ચૂકવશે. જોકે, બેંકે અલગ-અલગ રકમના આધારે વ્યાજ દરો નક્કી કર્યા છે. નોંધનીય છે કે, પહેલા આ બેંકના બચત ખાતા પર વ્યાજ દર 5 ટકા હતો જે હવે વધારીને 6 ટકા કરવામાં આવ્યો છે.

IDFC ફર્સ્ટ બેંકના નવા વ્યાજ દરો
- બેંક બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની રકમ પર 4 ટકાના દરે વ્યાજ આપશે.
- 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીના બચત ખાતા પર 4.50 ટકાના દરે વ્યાજ મળશે.
- તે જ સમયે, 10 લાખ રૂપિયાથી વધુ પરંતુ 25 લાખ રૂપિયાથી ઓછાનું વ્યાજ 5 ટકાના દરે મળશે.
- જો બચત ખાતામાં રકમ રૂ. 25 લાખથી વધુ પરંતુ રૂ. 1 કરોડથી ઓછી હોય તો ગ્રાહકોને 6 ટકાના દરે વ્યાજ મળશે.
- ત્યારબાદ, 1 કરોડથી વધુ પરંતુ 100 કરોડથી ઓછી રકમ ધરાવતા બચત ખાતા પર 5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

આ સાથે તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર સેવિંગ બેંક એકાઉન્ટ પર દરરોજના અંતે બેલેન્સ પર વ્યાજની ગણતરી કરવામાં આવશે અને તેને માસિક ધોરણે પસાર કરવામાં આવશે. RBIના આ નિયમો 1 જુલાઈ, 2021થી લાગુ થશે. આ ઉપરાંત, વ્યાજ દર પ્રોગ્રસિવ બેલેન્સના આધારે નક્કી કરવામાં આવશે.