Top Stories
માત્ર રૂ. 15ના પેની સ્ટોકે 1 લાખના કરી દીઝા 1.35 કરોડ

માત્ર રૂ. 15ના પેની સ્ટોકે 1 લાખના કરી દીઝા 1.35 કરોડ

કોઇની નજરમાં પણ ન આવતા પેની સ્ટોક, હવે લાંબાગાળે રોકાણકારોને બમ્પર વળતર અપાવતા થયા છે. જેના લીધે તે મલ્ટિબેગર સ્ટોક પણ સાબિત થયા છે. વર્ષ 2022માં મલ્ટિબેગર શેરોની યાદીમાં સ્મોલ-કેપ, મિડ-કેપ અને લાર્જ-કેપ સ્પેસના શેરો ઉપરાંત હવે પેની સ્ટોક્સનો પણ સમાવેશ થાય છે. આજે આપણે એવા જ એક પેની સ્ટોકની વાત કરવાના છીએ જેણે તેના શેરધારકોને ચોંકાવનારું વળતર આપ્યું છે.

આપણે વાત કરીએ છીએ દીપક નાઈટ્રાઈટના(Deepak Nitrite) સ્ટોક વિશે. મિત્રો, દીપક નાઈટ્રાઈટના સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં બમ્પર વળતર આપ્યું છે. બજારના દિગ્ગજોનું કહેવું છે કે, આ સ્ટોક ઘણો તૂટ્યો છે અને એકવાર બજારમાં ટ્રેન્ડમાં બદલાવ આવે તો તેમાં મજબૂત તેજી જોવા મળી શકે છે. આ કેમિકલ સ્ટોક 2021નો મલ્ટિબેગર સ્ટોક પણ સાબિત થયો છે. તેણે તેના શેરધારકોને લાંબા ગાળામાં સમૃદ્ધ બનાવ્યા છે.

આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા 6 મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોક રૂ. 2660 થી રૂ. 2058 ના સ્તર પર આવી ગયો છે અને આ સમયગાળામાં લગભગ 22 ટકાનો ઘટાડો થયો છે. આ જ છેલ્લા 6 મહિનામાં તે લગભગ 4 ટકા તૂટ્યો છે, જ્યારે 2022માં અત્યાર સુધી આ સ્ટોક 2530 રૂપિયાથી ઘટીને 2058 રૂપિયા પર આવી ગયો છે.

1 વર્ષમાં 75% વળતર
આટલા મોટા ઘટાડા છતાં, આ શેરે 1 વર્ષમાં 75 ટકા વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 103.65 થી વધીને રૂ. 2058 થયો છે. તેણે આ સમયગાળામાં લગભગ 1900 ટકા વળતર આપ્યું છે. છેલ્લા 10 વર્ષમાં આ મલ્ટિબેગર કેમિકલ સ્ટોક રૂ. 15.21 થી વધીને રૂ. 2058 થયો છે, એટલે કે 10 વર્ષમાં આ સ્ટોક 135 ગણો ચાલ્યો છે.

1 લાખ 1 કરોડથી વધુ થઈ ગયા
જો કોઈ રોકાણકારે 1 મહિના પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા ઘટીને 78000 રૂપિયા થઈ ગયા હોત. બીજી તરફ, જો કોઈએ 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા ઘટીને 96000 થઈ ગયા હોત. બીજી તરફ, જો કોઈ વ્યક્તિએ 1 વર્ષ પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો આજે તેને 1.75 લાખ રૂપિયા મળી રહ્યા હોત, જ્યારે કોઈ વ્યક્તિએ 5 વર્ષ પહેલાં આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તે અત્યાર સુધી રોકાયેલ હોય, તો આજે તેને 20 લાખ રૂપિયા મળ્યા હશે.

તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા 15.21 રૂપિયાના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તે અત્યાર સુધી આ સ્ટોકમાં જ રહ્યો હોત તો આજે તેને 1.35 કરોડ રૂપિયા મળી રહ્યા હોત.