Top Stories
પીએમ કિસાન: રજિસ્ટ્રેશન કરવાં છતા નથી આવી રહ્યો હપ્તો, તો જાણી લો કે તે હપ્તો મળશે કે નહિ

પીએમ કિસાન: રજિસ્ટ્રેશન કરવાં છતા નથી આવી રહ્યો હપ્તો, તો જાણી લો કે તે હપ્તો મળશે કે નહિ

PM કિસાન સન્માન નિધિ: 11 કરોડથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે. યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને 10 હપ્તાના નાણાં મોકલવામાં આવ્યા છે. હવે 11મા હપ્તાના પૈસા જલ્દી આવવાના છે.

જો કે, એવા ઘણા ખેડૂતો છે જે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે અને રજિસ્ટ્રેશન પછી પણ તેમના ખાતામાં પૈસા આવતા નથી. કોઈપણ મહત્વપૂર્ણ માહિતી અપડેટ ન થવાના કિસ્સામાં અથવા નોંધણીમાં કેટલીક ખોટી માહિતીના કારણે આવું થઈ શકે છે. રજીસ્ટ્રેશન બાદ જે ખેડૂતોના હપ્તા આવતા નથી, તેઓને ભૂલો સુધાર્યા બાદ આગળના હપ્તાની સાથે અગાઉના બાકીના હપ્તા મળી શકે અથવા તો અગાઉની બાકી રકમ રદ પણ કરવામાં આવી શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક 2000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6000 રૂપિયા આખા વર્ષ દરમિયાન આપવામાં આવે છે.

એક પણ પૈસો ગુમાવવો પડશે નહી
અરજી કર્યા પછી, જો રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા PM કિસાનના પોર્ટલ પર લાભાર્થીનું નામ અપલોડ કરવામાં આવ્યું હોય, તો તેને એક પણ પૈસો ગુમાવવો પડશે નહીં. ભલે તેને કોઈ કારણસર અમુક હપ્તા ન મળ્યા હોય. જેના કારણે હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે, ભૂલ સુધાર્યા પછી, આગામી હપ્તા સાથે સંપૂર્ણ બાકી રકમ ખાતામાં મોકલવામાં આવશે. ઘણા ખેડૂતો સાથે આવું બન્યું છે. પરંતુ જો કોઈ કારણોસર તે ખેડૂતનું નામ સરકાર દ્વારા નામંજૂર કરવામાં આવે છે, તો તે તેના હપ્તા મેળવવા માટે હકદાર રહેશે નહીં.

હપ્તા કેમ બંધ થાય છે?
હપ્તો ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, રજિસ્ટ્રશન કરતી વખતે કોઇ જરૂરી માહિતી ભરવામાં ભૂલ થઇ હોય, સરનામું અથવા બેંક ખાતાની વિગતો ખોટી ભરવામાં આવી હોય વગેરે. આવી સ્થિતિમાં, સરકાર તમને આ ભૂલ સુધારવાની તક આપે છે. આ ભૂલ તમે નીચે મુજબ સુધારી શકો છો, 
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું
- તેમાં ફાર્મર કોર્નર પર ક્લિક કરવું
- ત્યારબાદ, બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો
- એટલે ત્યાં આધાર નંબર, એકાઉન્ટ નંબર અને ફોન નંબરનો વિકલ્પ દેખાશે 
- અહીં તમે ચકાસી શકશો કે તમારી માહિતી સાચી છે કે નહીં.
- જો તેમાં કોઈ ભૂલ હોય તો તમે અહીં તેને અપડેટ પણ કરી શકો છો.

તમે હેલ્પલાઇન પર પણ માહિતી મેળવી શકો છો
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
PM કિસાન લેન્ડલાઇન નંબર: 011—23381092, 23382401
પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in