કેન્દ્ર સરકારે દેના બેંક અને વિજયા બેંકને તા.૦૧/૦૪/૨૦૧૯ના રોજ બેંક ઓફ બરોડા (BOB)માં મર્જ કરી દીધી હતી. આ પછી, બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડામાં જોડાયા હતા. હવે બેંક ઓફ બરોડામાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર બેેંકના ગ્રાહકો પર પડવાની છે.
હવે બેંક ઓફ બરોડા 28 ફેબ્રુઆરી પછી દેના બેંક અને વિજયા બેંકના આઈએફએસસી (IFSC) કોડ બંધ કરી રહી છે. આવી સ્થિતિમાં, તેના ગ્રાહકોએ 1 માર્ચથી નવા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવો પડશે. જો આ બંને બેંકોમાં તમારું પણ એકાઉન્ટ છે, તો ઝડપથી નવો આઈએફએસસી કોડ મેળવી લેવો, નહીં તો તમે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં.
બેંક ઓફ બરોડા ઉપરાંત, પંજાબ નેશનલ બેંક (PNB) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને આઈએફએસસી(IFSC)/ એમઆઇસીઆર(MICR) કોડમાં પણ ફેરફાર કરી રહી છે. જો કે જુના કોડ 31 માર્ચ સુધી કામ કરશે. 31 માર્ચ પછી તમારે બેંક પાસેથી નવો કોડ અને નવી ચેકબુક લેવી પડશે. આ માહિતી પંજાબ નેશનલ બેંકના ટ્વીટર દ્વારા ટ્વીટ કરવામાં આવી છે.
આઈએફએસસી કોડ બદલ્યા પછી ગ્રાહકો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. બેંક ઓફ બરોડા (બીઓબી) એ આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે અને કહ્યું છે કે વિજયા બેંક અને દેના બેેેંકના આઈએફએસસી કોડ 1 માર્ચ 2021 થી બંધ કરવામાં આવશે.
આઈએફએસસી (IFSC) કોડ એટલે શું ?
આઈએફએસસી કોડ એ 11-અંકનો કોડ છે, જેમાં પ્રથમ ચાર અંકો બેંકનું નામ સૂચવે છે, જ્યારે પછીના 7 અંકો શાખા કોડ સૂચવે છે. આઈએફએસસી કોડનો ઉપયોગ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે થાય છે.
IFSC (આઈએફએસસી) કેવી રીતે મેળવવો ?
(૧) તમે બેંકની શાખાની મુલાકાત લઈને નવો આઈએફએસસી કોડ મેળવી શકો છો.
(૨) ટોલ ફ્રી નંબર 18002581700 પર કોલ કરીને મેળવી શકો છો.
(૩) મેસેજ દ્વારા પણ તમે તમારો કોડ જાણી શકો છો.
MIGR<સ્પેસ>જુના એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંકો'
લખી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 8422009988 પર મોકલવાનો રહેશે.