khissu

બેંકમાં ખાતું હોય તો જાણીલો આ માહિતી: ૪૦ થી વધુ બેંકોને લાગુ, જાણીલો નહીતર પૈસા ટ્રાંસફર તથા ઉપાડી શકાશે નહી

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), એચડીએફસી બેંક (HDFC Bank), પંજાબ નેશનલ બેંક (PNB), એક્સિસ બેંક (Axis Bank), બેંક ઓફ બરોડા (BOB), એચડીએફસી (HDFC Bank) વગેરે બેંકોમાં તમારું ખાતું હોય તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે આગામી દિવસોમાં તમને બેંક સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકો ૨૭ માર્ચથી ૪ એપ્રિલમાં સાત દિવસ સુધી બંધ રહેશે, પરંતુ આ દરમિયાન એક અન્ય ચિંતાજનક સમાચાર એ છે કે તમને ઓનલાઇન બેંકિંગમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

છેતરપિંડીના મેસેજ બંધ કરવાનો પ્રયાસ: અનિચ્છનીય અને કપટભર્યા મેસેજથી છૂટકારો મેળવવા માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી TRAI એ કંપનીઓને કહ્યું છે કે, કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવતાં એસએમએસ TRAI સાથે એક જ ફોર્મેટમાં નોંધાવવા માટે અપીલ કરી છે જેના કારણે ગ્રાહકો છેતરપિંડીનો શિકાર ન થાય. પરંતુ ઘણી કંપનીઓ TRAI ના આ આદેશને ગંભીરતાથી નથી લઈ રહી, જેનો ભોગ તેમના ગ્રાહકોને ભોગવવો પડી શકે છે.

TRAI એ ૪૦ ડિફોલ્ટિંગ કંપનીઓની સૂચિ બહાર પાડી: ટેલિકોમ રેગ્યુલેટર TRAI એ ૪૦ આવી ડિફોલ્ટ કંપનીઓની સૂચિ બહાર પાડી છે, જેમાં એચડીએફસી બેન્ક (HDFC Bank), એસબીઆઈ (SBI), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), એક્સિસ બેંક (Axis Bank) જેવી ઘણી મોટી બેંકો શામેલ છે. આ તમામ કંપનીઓ TRAI દ્વારા વારંવાર ચેતવણી આપ્યા હોવા છતાં પણ બલ્ક કોમર્શિયલ એસએમએસના નિયમનકારી નિયમોનું પાલન નથી કરી રહી.

કંપનીઓને ૩૧ માર્ચ સુધીનો સમય: TRAI એ આપેલા આદેશોનું પાલન ન થવાને કારણે  હવે આ બધા પર કડક કાર્યવાહી શરૂ કરી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આ તમામ ડિફોલ્ફ કંપનીઓને ચેતવણી આપી છે કે જો તેઓ ઇચ્છે છે કે જો તેમના ગ્રાહકો સંદેશ મેળવવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ૧ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં આ આદેશનું પાલન કરવું પડશે.

TRAI ૧ એપ્રિલ પછી આ એસએમએસ નામંજૂર કરશે.

TRAI એ કહ્યું છે કે કંપનીઓને ઘણી તકો આપવામાં આવી છે, ગ્રાહકોને હવે તેમને મળતા ફાયદાથી દૂર રાખી શકાશે નહીં, તેથી એ નક્કી કરવામાં આવ્યું છે કે ૧ એપ્રિલ ૨૦૨૧ થી જો કોઈ સંદેશ નિયમનકારી આવશ્યકતાઓને પૂર્ણ ન કરવાને કારણે Scrubbing Process માં નિષ્ફળ જાય તો તેઓને સિસ્ટમમાંથી નકારવામાં આવશે.

SMS Scrubbing Process શું છે ?

વ્યાપારી સંદેશ માટે ટ્રાઇનો આ નિયમ બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે, જે અનિચ્છનીય અને છેતરપિંડીના સંદેશાઓને અટકાવશે. ખરેખર વાણિજ્યિક ટેક્સ્ટ સંદેશાઓ મોકલતી આ કંપનીઓએ ટેલિકોમ ઓપરેટર સાથે સંદેશ હેડર અને ટેમ્પલેટની નોંધણી કરવી પડશે. જ્યારે બેંકો, ચુકવણી કંપનીઓ, વીમા કંપનીઓ અને અન્ય કંપનીઓ એસએમએસ અને ઓટીપી મોકલે છે, ત્યારે આ બધાને તેમના નોંધાયેલા નમૂનામાંથી બ્લોકચેન પ્લેટફોર્મ પર તપાસ કરવામાં આવશે. તેને એસએમએસ સ્ક્રબિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે.

જો બેંકોને ઓટીપી નહીં મળે તો વ્યવહાર કેવી રીતે થશે?

TRAI જણાવે છે કે કંપનીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા વગેરે મોટી બેન્કો શામેલ છે, કન્ટેન્ટ ટેમ્પલેટ ID, PE ID જેવા જરૂરી પરિમાણોનું પાલન કરતી નથી. આવી સ્થિતિમાં, જો આ બેંકોના ગ્રાહકો કોઈ ઓનલાઇન ટ્રાંઝેક્શન કરે છે, તો તેઓને ઓટીપી મળશે નહીં, કારણ કે એસએમએસ સ્ક્રબિંગ પ્રક્રિયામાં આ બેંકોને ઓટીપી સંદેશ અથવા અન્ય કોઈ આવશ્યક સંદેશ સિસ્ટમ દ્વારા જ નકારી દેવામાં આવશે. તેથી ઓટીપી વગર તમારું કોઈ કામ થશે નહીં.