Top Stories
આગાહી/ સાયક્લોનિક સરક્યુલેશન, લો-પ્રેશર, ભારે વરસાદ આગાહી...

આગાહી/ સાયક્લોનિક સરક્યુલેશન, લો-પ્રેશર, ભારે વરસાદ આગાહી...

છેલ્લે 2 સિસ્ટમ જેવી રીતે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર એક-બે દિવસ સક્રિય રહી અને ફરીથી નીચેની તરફ એટલે કે ગુજરાત રાજ્ય તરફ આવી હતી તેવી જ રીતે હાલમાં પશ્ચિમ રાજસ્થાન પર રહેલી સિસ્ટમ ગુજરાત પર આવી રહી છે. જો કે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત નજીક આવતા જ આજથી અસર ચાલુ થઈ ચૂકી છે.

ગત મોડી રાત્રીથી ઉત્તર ગુજરાત, ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કરછના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમની અસરને કારણે કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ નોંધાયો છે.

હાલની નબળી લો-પ્રેશર સિસ્ટમ મજબૂત બની શકે છે.
હાલમાં એક નબળી સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર સ્થિત છે. જે ધીમે ધીમે નીચે આવી રહી છે. જ્યારે બીજી નબળી લો-પ્રેશર સિસ્ટમ મધ્યભારતના છતીસગઢ પર રહેલી છે. જે ધીમે-ધીમે ગુજરાત નજીક આવી રહી છે. જો બંને સિસ્ટમ ભેગી થશે અને મજબૂત ટ્રફ બનશે તો સારો વરસાદ ગુજરાતમાં પડી શકે છે.

આજથી રાજ્યમાં વરસાદનાં વિસ્તારોમાં વધારો થશે.
સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનતા રાજ્યમાં આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. હવામાન વિભાગે પણ આવનાર પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. 

ગુજરાત રાજ્યમાં 25-26 તારીખથી વરસાદનાં વિસ્તારોમાં વધારો થશે. જ્યાં વરસાદની ઘટ છે ત્યાં સારો વરસાદ પડી શકે છે. જો કે અમુક જીલ્લામાં અતિભારે વરસાદ પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે.