Top Stories
khissu

હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગમી 48 કલાક સુધી ભારે વરસાદ આગાહી....

નમસ્તે, બંગાળની ખાડીનું લો-પ્રેસર હાલમાં નબળું પડી રહ્યું છે. પરંતુ એમની અસર ગુજરાતમાં આવનારા 48 કલાક સુધી જોવા મળશે. કેમકે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ પર અરબી સમુદ્રના ભેજવાળા પવનો જઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ઘણા એવા વિસ્તારો છે કે જેમાં ચારથી પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની વેબસાઈટ મુજબ વલસાડ, પારડી, ધરમપુર, લીલીયા, વાપી અને અમરેલીમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ જિલ્લામાં 108mmથી લઈને 133mm સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લાં 25 કલાકમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લામાંથી 24 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જોકે હજી ઘણાં વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદ આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદ આગાહી? 

ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે. આગાહીમાં જણાવ્યું છે કે છત્તીસગઢ ઉપર રહેલ લો-પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધીમાં રાજસ્થાન તરફ આવશે. જે લો-પ્રેશર ને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે. આવનારા બે દિવસ સુધી વરસાદ પડશે. 21 તારીખે વલસાડ, તાપી, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી જણાવી છે. આ અગાઉ પણ તેમણે વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરી હતી કે 18થી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા આગમી 3 દિવસ સુધી વરસાદ આગાહી? 
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી જણાવી છે.

1) 21-22 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

2) 23-24 તારીખે હળવા વરસાદની આગાહી.

3) આવતી કાલે ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સાથે દાહોદ, નર્મદા, સુરત, તાપી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

4) આગામી 48 કલાક સુધી વરસાદ અમુક જિલ્લામાં ભારે વરસાદ આગાહી.

5) બંગાળની ખાડીમાં સર્જાયેલ હળવા દબાણની અસર ના ભાગ રૂપે પડી રહ્યો છે વરસાદ.

આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો.