હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજથી બે દિવસ બાદ 7 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્ય પર નવી સિસ્ટમ સક્રિય બનશે. જે સિસ્ટમ ગુજરાત રાજ્યમાં 8-9-10 તારીખે ભારે વરસાદ આપશે. હવામાન વિભાગની official વેબસાઇટ મુજબ 8-9 સપ્ટેમ્બરનાં રોજ સાર્વત્રિક વરસાદની આગાહી દર્શાવી છે.
7-9 તારીખ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ આગાહી.
લો-પ્રેશર સક્રિય બન્યાં બાદ ગુજરાતમાં 7 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે. 6 તારીખ સુધી સામાન્ય વરસાદ પડશે. 7-9 તારીખ દરમિયાન સારો વરસાદ થશે. હવામાન વિભાગે 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી જણાવી છે.
7 તારીખે વરસાદ આગાહી? તાપી, આહવા, સુરત, વલસાડ, નવસારી, દીવ, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને ડાંગ સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
8 તારીખે ક્યાં જીલ્લામાં આગાહી?
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, પાટણ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. સાથે સમગ્ર ગુજરાતમાં સામાન્ય-હળવો વરસાદ પડશે.
9 તારીખે આગાહી?
ગુજરાતમાં 8-9 તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જોકે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ આગાહી છે. સાથે રાજ્યના અલગ-અલગ ભાગમાં સારો વરસાદ પડશે. હાલમાં પૂર્ણ થયેલ સિસ્ટમ કરતા આવનાર સિસ્ટમ મોટી છે. મારે વરસાદ પડવાની સંભાવના ઘણી છે.
લો-પ્રેશરની અસર? બંગાળની ખાડીમાં લો-પ્રેશર તૈયાર થયા બાદ આંધ્ર પ્રદેશ, વિશાખાપટનમ, તેલંગણા, મહારાષ્ટ્ર થઈને ગુજરાત પર આવશે. જ્યારે ગુજરાત પર આવશે ત્યારે મજબૂત હોય શકે છે. સાથે સામે બીજું એન્ટી સાઇક્લોન પણ નથી જેથી ભારે વરસાદ સંજોગ બની રહ્યા છે.
રીતસરનું મેઘતાંડવ થઈ શકે છે.
હાલ વેધર ચાર્ટો મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શકયતાં છે. સૌથી વધુ વરસાદ 8-9 તારીખ દરમિયાન જોવા મળશે. ત્યાર બાદ 10 તારીખથી વરસાદ પ્રમાણ ઘટશે. પછી ફરી 12 તારીખ આજુબાજુથી સામાન્ય વરસાદ પડી શકે છે.
વરસાદની વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી શકો. જેમાં જિલ્લા મુજબ વધારે માહિતી આગમી દિવસોમાં જણાવવામાં આવશે.