Top Stories
khissu

બે લો-પ્રેશર: બહોળું સર્ક્યુલેશન, ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદ આગાહી...

18 સપ્ટેમ્બરની અપડેટ મુજબ ઉત્તર ગુજરાતમાં વરસાદનાં વિસ્તારોમાં વધારો થયો છે. આવતી કાલથી લો-પ્રેશર અસર હજી પણ વઘારે વિસ્તારો કવર કરશે. બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત પર આવેલ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન-મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો સુધી પહોંચી ચૂકી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત આ સિસ્ટમનો ટ્રફ  આવી શકે છે. સિસ્ટમ નજીક આવતાં આગમી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

લો-પ્રેશર સિસ્ટમ બનાવશે બહોળું સાઇક્લોનિક સરક્યુલેશન

ઉપરનાં ફોટામાં જણાવ્યાં મુજબ બંગાળની ખાડીનું મજબૂત લો-પ્રેશર ઉત્તર રાજસ્થાન લાગુ વિસ્તારો પર સ્થિત છે. જ્યારે તે ધીમે ધીમે નીચે એટલે કે ગુજરાત નજીક આવશે. ત્યારે બંગાળની ખાડીમાં બીજું નાનું લો-પ્રેશર આ લો પ્રેશર સાથે બહોળું સર્ક્યુલેશન બનાવશે અને આ આખી સિસ્ટમ પર અરબી સમુદ્રના ભેજવાળા પવનો જવાને કારણે અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં જ્યારે છેલ્લે વરસાદ પડ્યો હતો ત્યારે પણ આવીજ રીતે મજબૂત ટ્રફ બન્યો હતો.

કઈ તારીખથી ક્યાં અસર ચાલુ થશે?
જોકે નબળી લો-પ્રેશર સિસ્ટમની અસર આજથી જ ચાલુ થઈ ગઈ છે. આવનાર 3 દિવસ એટલે કે 19,20,21 તારીખે સૌથી વધુ અસર જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જોકે સિસ્ટમ વધારે નીચે આવશે અને અને મજબૂત બનશે તો ઉત્તર- પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર જોવા મળી શકે છે. આપણે જણાવી દઈએ કે હાલમાં સિસ્ટમ વધારે મોટી જણાતી નથી (છેલ્લે જે ભારે વરસાદ પડ્યો હતો તેવી) પરંતુ અનુકૂળ વાતાવરણ મળતાં મજબૂત બની શકે છે. હાલમાં શકયતાં થોડી ઓછી છે. આગળ વધારે માહિતી khissu ની Application માં જણાવતાં રહીશું. 

ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ માં ઘટાડો થશે.
ગુજરાત રિલિજિયનમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. જોકે હજી ત્યાં 30% વરસાદની ઘટ નોંધાય રહી છે. આવનાર 3-4 દિવસમાં સારો વરસાદ પડતાં આ વરસાદ ઘટ ઓછી થશે. સૌરાષ્ટ્રમાં માત્ર 7% બે વરસાદ ઘટ છે જે પણ થઈ શકે છે. 

હવામાન વિભાગ દ્વારા આગાહી: હવામાન વિભાગે જણાવ્યું છે કે 19 તારીખથી વરસાદ જોર વધશે. 19 તારીખ 21 તારીખ દરમિયાન ભારે વરસાદની આગાહી જણાવી છે. રાજ્યમાં રવિવારથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત ગાંધીનગર આજુબાજુના વિસ્તારો અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. બે સિસ્ટમ સક્રિય બનતા સારો વરસાદ પડશે. સંપૂર્ણ ગુજરાતમાં હજી 19% વરસાદની ઘટ પડી રહી છે. આગામી દિવસોમાં ઘટ પૂર્ણ થઈ શકે છે.