Top Stories
khissu

આવતી કાલથી નવો વરસાદ રાઉન્ડ, 27-28 ભારે વરસાદ, મજબૂત લો-પ્રેશર સક્રિય...

આવતીકાલે એટલે કે 25 તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઇ જશે. આ રાઉન્ડની શરૂઆત પણ ઉત્તર-પૂર્વ મધ્ય ગુજરાતથી ચાલુ થશે. ધીમે ધીમે વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે રહેશે સાથે કચ્છમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

26-27 તારીખથી વરસાદ જોર વધશે.
રાજસ્થાન-મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો પર આવનાર બે દિવસમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાને કારણે ૨૬-૨૭ તારીખથી વરસાદ જોર વધશે. હવામાન વિભાગે પણ જણાવી ચૂક્યું છે કે આવનાર દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ ૨૭ અને ૨૮ તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદી માહોલ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે.

ચોમાસા વિદાયમાં રાહ જોવી પડશે. 
હવામાન ખાતાની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. ચોમાસાની વિદાય માટે હજી પણ રાહ જોવી પડશે. ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ચોમાસું વિદાય લે તેવું જણાતું નથી. 

નવી મજબૂત લો-પ્રેશર સક્રિય થશે: 27, 28 તારીખે બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે, જે સિસ્ટમ ડિપ્રેશન સુધી જઈ શકે છે, જેમની અસર પણ ગુજરાતમાં જોવા મળશે. માટે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદ ચાલુ રહી શકે છે એટલે ચોમાસા વિદાયમા થોડીક રાહ જોવી પડશે.

બાકી રહેલ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ પડતા જે 16% વરસાદની ઘટ નોંધાઈ રહી છે તે પૂર્ણ થઇ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્યતાઓ, જ્યારે સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે પણ વરસાદ પડી શકે છે.