Top Stories
3 લો-પ્રેશર/ ગુજરાત ફરી તૈયાર થઇ જાવ ભારે વરસાદ માટે...

3 લો-પ્રેશર/ ગુજરાત ફરી તૈયાર થઇ જાવ ભારે વરસાદ માટે...

ગુજરાતમા છેલ્લા કેટલા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. આજ વહેલી સવારે જામનગરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે છેલ્લાં 24 કલાકમાં સુરત, વલસાડ નવસારી, કચ્છ, અમદાવાદ, મહેસાણા સહિત ઘણા જિલ્લાઓમાં પણ મારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આવનાર 25-26 તારીખથી વરસાદ જોર વધશે.

3 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય
પહેલી નબળી લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય છે. જે ધીમે-ધીમે નીચે એટલે કે ગુજરાત નજીક આવી રહી છે એમને કારણે ગઇકાલથી જ ઉત્તર ગુજરાત-કચ્છ અને ઉત્તર પશ્વિમ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે સારો વરસાદ જોવા મળ્યો છે. જોકે હજી ત્યાં વિસ્તારોમાં વધારો થશે.

બીજી નબળી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી માંથી આવીને મધ્ય ભારતના છતીસગઢ સુધી પહોંચી ગઈ છે. જોકે તે ધીમે-ધીમે આગળ વધશે અને પશ્ચિમ રાજસ્થાન-ગુજરાત નજીક રહેલી સિસ્ટમને વધારે મજબૂત બનાવશે. ત્યાર બાદ ફરી ગુજરાતમાં વરસાદ વધી શકે છે.

જ્યારે 3 મજબૂત લો-પ્રેશર બંગાળની ખાડીમાં 27-28 તારીખ આજુબાજુ બનવાની છે. આ લો-પ્રેશર સિસ્ટમ પણ મજબૂત હોઈ શકે છે. ડીપ-ડિપ્રેશન સુધી જવાની સંભાવનાઓ રહેલી છે. જો કે ગુજરાત પર કેટલી અસર થાય તેમની માહિતી આગામી દિવસોમાં જણાશે.

25-26 તારીખથી વરસાદમાં વધારો થશે.
હવામાન વિભાગે પણ આગમી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી પણ આગાહી જણાવી છે.

વરસાદ કેટલાં દિવસ ચાલુ રહી શકે?
27-28 તારીખ આજુબાજુ મજબૂત લો-પ્રેશર બંગાળની ખાડીમાં બનવાનું છે જેમના ભાગરૂપે ગુજરાતમાં ચાર-પાંચ ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહી શકે છે ત્યાર પછી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થઈ શકે છે. આવનાર દિવસોમાં પડનારો વરસાદ અતિભારે ના હોઈ શકે, પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની ઘટ છે તે પૂર્ણ થઇ શકે તેવા પૂરેપૂરા સંજોગો છે.