Top Stories
khissu

હવામાન વિભાગે બેઠક બાદ લીધો મોટો નિર્ણય...

ભારતીય હવામાન વિભાગના (IMD) એક અધિકારીએ વરસાદ આગાહીને લઈને જણાવ્યું છે કે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ઓછા વરસાદની સંભાવના છે પરંતુ ત્યાર પછીના સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી આગામી 5 દિવસ?
ગુજરાત આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહેશે. ગુજરાતના છૂટાછવાયા પંથકમાં હળવાથી મધ્યમ ઝાપટાનો વરસાદ પડી શકે છે. રાજ્યના વધારે વિસ્તારમાં તાપમાન 31થી ૩૫ ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સપ્તાહ પછી આવતા સપ્તાહે વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

તકેદારીના ભાગરૂપે એન.ડી.આર.એફની ટોટલ 15 ટીમમાંથી આઠ ટીમોને ડીપ્લોય કરવામાં આવી છે. જેમાં વલસાડ, સુરત, રાજકોટ, નવસારી, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે એક-એક ટીમ ડીપ્લોય  કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ૬ ટીમ વડોદરામાં અને 1 ટીમ ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે. આવનાર દિવસોમાં ચોમાસાની સ્થિતિ થોડીક વધારે ગંભીર દેખાવાને કારણે અને સંપૂર્ણ રીતે પરિસ્થિતિમાં સજ્જ થવા માટે પગલું ભરવામાં આવ્યું છે.

મળેલ બેઠકમાં વિભાગ વન વિભાગ, મત્સ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જીએમબી, કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા બાયોગેસ, જળસંપત્તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અધિકારીઓ જોડાયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત કૃષિ વિભાગના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચાલુ વર્ષે 23ઓગસ્ટ 2021 સુધીમાં 80 લાખ હેકટર જમીન પર ખરીફ પાકનું વાવેતર થયું છે. ગયા વર્ષ જેટલું જ વાવેતર આ વર્ષે થયું છે પરંતુ આ વર્ષે વરસાદ ઓછો થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 49 ટકા વરસાદની ઘટ છે. જ્યારે ગુજરાત રિલિજનમાં 44 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગની આ બેઠક બાદ જે તાબડતોડ નિર્ણય લેવામાં આવ્યા છે એમના પરથી એવું લાગી રહ્યું છે કે આવનારા અઠવાડિયે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જોકે વેધર ચાર્ટના માધ્યમથી પણ હાલ સારા અનુમાનો મળી રહ્યા છે