સોનામાં રૂ. ૫,૦૦૦નો ઘટાડો, આટલું બધું સસ્તું થયું સોનું !

સોનામાં રૂ. ૫,૦૦૦નો ઘટાડો, આટલું બધું સસ્તું થયું સોનું !

સોના-ચાંદીમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે રોકાણકારો સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. જોકે હાલ સોનામાં વધ ઘટ થતી જોવા મળે છે. સોનુ ૧૬૭૫નું સપોર્ટ લેવલ તોડવામાં સક્ષમ રહેત તો ખરેખર બહુજ નીચો ભાવ જવાની શક્યતાઓ હતી. પરંતુ ૧૬૭૫નું લેવલ તોડવું ખૂબ મુશ્કેલ ભર્યું હોવાથી તેને તોડી શક્યું નહીં જેથી ભાવ વધ ઘટ થયા રાખે છે.

સોનાના ભાવમાં ૫ હજારનો ઘટાડો થયો : હમણાંથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. જેમાં દર મહિને સોનાના ભાવ ઘટતાં જોવા મળે છે. આ નવા વર્ષની વાત કરીએ તો જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનામાં સોનાના ભાવમાં લગભગ ૫,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જેમાં માર્ચ મહિનામાં ૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

માત્ર એક દિવસમાં ૬,૩૦૦ રૂપિયાનો ભયંકર ઘટાડો : ગઈ કાલે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૬૩,૨૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ હતો જેમાં આજે માત્ર એક જ દિવસમાં ૬,૩૦૦ રૂપિયાનો ઘટાડો થઈ આજે ૪,૫૬,૯૦૦ રૂપિયા થયો.

માત્ર અઢી મહિનામાં લગભગ ૬,૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૦૦૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૪,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૦૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૩,૬૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૪,૦૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૪,૨૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦૨/૦૪/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩.૬૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૦૮.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩૬.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૩૬૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૫૦૦ રૂપિયાનો વધારો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૧૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૫,૩૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૪,૧૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૧,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૩૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૦૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૮૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૦૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૦,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૩૧૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.

છેલ્લા ૦૫ દિવસના સોના (gold)ના ભાવ :

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.