મેરા રાશન મોબાઈલ એપ ભારત સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકોને સુગમતા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવી છે. જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા અને નાગરિકોને ઓનલાઇન રેશનકાર્ડ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા વહીવટી સુધારાના ભાગરૂપે, NIC-ગુજરાતના સહયોગથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે "માય રાશન" શરૂ કર્યું છે. લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત સરકારની "મેરા રાશન" મોબાઈલ એપના આધારે એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.
Government to citizen છે આ એપ્લિકેશન
આ એપ્લિકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. “માય રેશન” મોબાઈલ એપ રેશનકાર્ડ ધારકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં દરેક NFSA રેશનકાર્ડ ધારક તેના રેશનકાર્ડની વિગતો, પરિવારના સભ્યોની વિગતો, તેની પાસે ઉપલબ્ધ જથ્થાની વિગતો જેવી પ્રાથમિક માહિતી મેળવી શકે છે.
કેવી રીતે નોંધણી કરવી
મોબાઈલ એપ્લિકેશનમાં, વપરાશકર્તાએ મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડીનો ઉપયોગ કરીને પોતાને રજીસ્ટર કરાવવું પડશે. અહીં મોબાઈલ નંબર ફરજિયાત રહેશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક રેશનકાર્ડ ધારકે તે જ મોબાઈલ નંબર દાખલ કરવો જોઈએ જેનો તે ઉપયોગ કરી રહ્યો છે. નોંધણી પછી વપરાશકર્તા એપ્લિકેશનમાં લૉગિન કરી શકે છે.
તમને આ એપમાંથી શું મળશે તેની વિગતો
આ એપ દ્વારા યુઝર તેમનો રેશન કાર્ડ નંબર એન્ટર કરી શકે છે અને રેશનકાર્ડની વિગતો અને કુટુંબની વિગતો તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલ વાજબી ભાવની દુકાનની વિગતો મેળવી શકે છે. તે એ પણ જાણી શકે છે કે તેણે છ મહિનામાં કેટલો જથ્થો મેળવ્યો છે. આ એપ દ્વારા રેશનકાર્ડ ધારક દુકાનમાંથી રાશન ખરીદી શકે છે અને તેના રેશનકાર્ડ પર વિતરણ સંબંધિત બિલની રસીદ મેળવી શકે છે. આ એપ દ્વારા તમે રાજ્ય સરકારના ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર રેશનકાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું અને કાઢી નાખવું, સરનામામાં સુધારો, કાર્ડ વિભાજન, ડુપ્લીકેટ રેશનકાર્ડ, નવા રેશનકાર્ડ ઇશ્યૂ કરવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. ઉપરાંત, રેશનકાર્ડ ધારકો જાહેર વિતરણ પ્રણાલીને લગતી રજૂઆતો માટે ઓનલાઈન ફરિયાદ કરીને તેમનો પ્રતિભાવ પણ ઓનલાઈન સબમિટ કરી શકે છે.