સાબરમતી જેલમાં ગંદો ખેલ, જાહેરમાં ધોળા દિવસે ચાલે છે લેડી ડોનના લેસ્બિયન સબંધો, ભૂંડાઈ સાંભળીને પિત્તો જશે!

સાબરમતી જેલમાં ગંદો ખેલ, જાહેરમાં ધોળા દિવસે ચાલે છે લેડી ડોનના લેસ્બિયન સબંધો, ભૂંડાઈ સાંભળીને પિત્તો જશે!

જ્યારે જેલની વાત આવે એટલે લોકો ડરે અને એમાં પણ જો સાબરમતી સેન્ટ્રલ જેલનું નામ આવે તો તો ફફડી ઉઠે. પરંતુ હાલમાં જે વાત કરવી એ કંઈક અલગ જ છે. કારણ કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક લેટરે ખડભાળાટ મચાવ્યો છે. મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે પ્રેમપ્રકરણ ચાલતું હોવાનો અને પ્રેમીજોડા દ્વારા જાહેરમાં થતા લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ હવે કંટાળી ગઈ છે એવો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે.

લેડીનો ખૌફ એટલો હતો કે લોકો ભયથી થરથર ધ્રુજતા હતા, ગુંડાગીરી એવી હતી કે ડરાવવા માટે તેનુ માત્ર નામ કાફી હતુ અને પોલીસના નાકમાં પણ દમ કરી રાખ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ડર કોઇ પુરૂષનો નહીં પરંતુ મહિલાનો હતો. અને માટે જ લોકો તેને લેડી ડોનના નામે ઓળખે છે. અન્ય મહિલા કેદીઓ તેનાથી ત્રાહીમામ પોકારી ઉઠી છે. જો વાત કરીએ લેટરની તો આ લેટરમાં લેડીડોનની દાદાગીરી, ધાકધમકીથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાની વિગતોનો ઉલ્લેખ છે.

જો કે હદ તો ત્યાં સુધી કે આ લેડી ડોન મહિલા કેદીઓની કુપન અને નાસ્તા પણ પડાવી લેતી અને મહિલા વોર્ડમાં મોબાઈલ ફોનના કોલ દીઠ રૂ.50, તમાકુના પેકેટના રૂ.500 અને સિગારેટના રૂ.100 લઈ બે નંબરનો વેપાર કરતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. લેડી ડોન પર આક્ષેપો કરતો પત્ર જેલના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યો હોવાથી તેઓએ આ મામલે ઈન્કવાયરી શરૂ કરી છે. નવાઈની વાત તો એવી પણ છે કે તમારી પેનમાં તાકાત નથી, એક મર્ડરની સજા 20 વર્ષ તો 10 મર્ડરની પણ એટલી જ છે. આવી ધમકીઓ પણ મળી રહી છે.

પત્રમાં જણાવ્યું છે કે લેડી ડોનથી જેલના અધિકારીઓ પણ ડરતા હોવાનું અને તે અધિકારીઓને ખુલ્લેઆમ બદલી કરાવી દેવાની ધમકી આપે છે. ડોન તેનું કામ અન્ય મહિલા કેદી પાસે કરાવે અને પગાર પોતે લઈ લે. આ જગ્યાએ પણ કામ કર્યા વગર તે પોતાનો પગાર અધિકારીઓને ધમકી આપી ભરાવે છે. ખુલાસો એવો પણ થયો છે કે લેડી ડોનને અન્ય મહિલા કેદી સાથે લેસ્બિયન સબંધો છે અને બન્ને બેરેકના ટોઈલેટમાં જાહેરમાં શારીરિક સંબંધો અને અશ્લીલ વેળા કરે છે. તેથી અન્ય વૃદ્ધ મહિલા કેદીઓ શરમના માર્યા ઢાબળો ઓઢીને રડ્યા પણ કરે છે. અગાઉ લેડી ડોનનું પૈસાનું કૌભાંડ પકડાતા તેણે બરોડા મધ્યસ્થ જેલમાં ખસેડી પરંતુ તે ત્યાંથી પરત સાબરમતી જેલમાં આવી હતી.

જ્યારે આ વાત આગળ વધી ત્યારે આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો કરતો પત્ર અમને મળ્યો છે, જે પત્રની ખરાઈ અને તેમાં થયેલા આક્ષેપો બાબતે અમે ઈન્કવાયરી શરૂ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કેટલા અંશે આ આક્ષેપો સાચા પડે છે અને શું પરિણામ આવે છે.