Top Stories
khissu

જૂન મહિનાનાં અંત સુધીમાં ક્યાં ક્યાં જિલ્લામાં વાવણી થઈ શકે?

છેલ્લા કેટલાક દિવસોથી અમુક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી હોવા છતાં ગુજરાતમાં વરસાદ જોવા મળતો નથી ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે ''શું જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના બધા વિસ્તારોમાં વાવણી થઇ જશે? કે વધારે સમય લાગશે? '' ત્યારે આ પ્રશ્નનો જવાબ અમે થોડા અમારા વેધર એનાલિસ્ટના મોડલો પરથી અમે જણાવવાનો પ્રયત્ન કરીશું.

મિત્રો, હવામાન વિભાગની આગાહી કરતાં ગુજરાતમાં છ દિવસ વહેલાં ચોમાસું પહોંચી ગયું હતું અને ચોમાસુ પહોંચ્યું તે પહેલા ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી હતી પરંતુ અચાનક 11 જૂન પછી ગુજરાતના વાતાવરણ માં એકસાથે ફેરફાર જોવા મળ્યો અને ચોમાસું પણ આગળ વધ્યું અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ જોવા ન મળ્યો. જોકે 17 જૂન પછી ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પડે તેવી શકયતાં જણાઈ રહી છે. અને હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે દરીયાઇ પટ્ટીનાં વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પડી શકે છે. 

જૂન મહિનામાં વાવણી થઇ જશે? 
છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના દીવમાં ચોમાસું અટકેલું છે અને આ ચોમાસા ને આગળ વધવા માટે અરબી સમુદ્ર, બંગાળની ખાડી કે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ બનવી જરૂરી છે, જો મોટી સિસ્ટમ બને તો ભેજ વાળા પવન મળે અને વરસાદ જોવા મળે. પરંતુ હાલ જૂન મહિનામાં ગુજરાત ઉપર કે અરબી સમુદ્રમાં મોટી હલચલ થાય તેવું જણાતું નથી જેથી ભારે વરસાદ ની શક્યતા ઘણી ઓછી ગણાઈ. 

ગુજરાતમાં 18 તારીખ થી 23 તારીખ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ ફરી વરસાદ પ્રમાણ ઘટે તેવું હાલ જણાઈ રહ્યું છે એટલે કે 24 તારીખ પછી જૂન મહિનામાં સાવ ઓછો વરસાદ નોંધાય શકે છે.

ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કોઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી, માત્રને માત્ર દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડે એવી આગાહી કરેલી છે એટલે વાવણીલાયક વરસાદ પડે તેવી આગાહી ગુજરાતમાં જોવા મળતી નથી. અને અમુક મોડેલ જણાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાત થી નીચે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં એક નાની UAC બનશે જે ત્યાં વાવણી લાયક વરસાદ આપી શકે છે. 

જૂન મહિનામાં ક્યાં ક્યાં જિલ્લામાં વાવણી થવાની શક્યતા છે? 
દક્ષિણ ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં વાવણી જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા જીલ્લાઓમાં પણ વાવણી જોવા મળી શકે છે. મહેસાણા, પાટણ સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અમુક વિસ્તારોમાં થોડી વધારે શક્યતા ગણવી. કચ્છ લાગુ વિસ્તારોમાં શક્યતા ઓછી નહિવત્ ગણવી, અમુક વિસ્તારોને છોડતાં. 

જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ નહીં પડે તો પછી ક્યારે? 
જૂન મહિનામાં ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે જો જૂન મહિનામાં વરસાદ જોવા નહીં મળે તો જુલાઈમાં 2 તારીખ પછી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે તેમાં વાવણી થઈ શકે છે, જેમની માહિતી અમે આગળ તમને જણાવતા રહેશુ. જે માહિતી જાણવા khissu ની Application ડાઉનલોડ કરી લેજો. 

નોંધ- વાવાઝોડા અને વરસાદ માટે ભારતીય હવામાન વિભાગની (IMD) આગાહી ઉપર રહેવું અહીં અમે અમારું પોતાનું એક અનુમાન જણાવેલું છે.