khissu

અંડરવેર મેન્યુફેક્ચરિંગ કંપનીના પરિસરમાં આવકવેરા વિભાગના દરોડા, અધધ 200 કરોડની ઘાલમેલનો આરોપ

Income Tax Raid: દેશમાં અન્ડરવેર મેન્યુફેક્ચરિંગ કંપની લક્સ ઇન્ડસ્ટ્રીઝના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કરોડથી વધુની કરચોરીનો મામલો સામે આવ્યો છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSEના ડેટા અનુસાર લક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ સુધી કંપની અને IT તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો: બેન્કમાં 22 થી 30 સપ્ટેમ્બર સુધી 7 રજાઓ, જાણો આ સમયગાળા દરમિયાન તમારું કામ કેવી રીતે થશે?

200 કરોડની કરચોરીના આરોપમાં આવકવેરા વિભાગ લક્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થળો પર દરોડા પાડી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈટી વિભાગ કોલકાતા સહિત ઘણા શહેરોમાં કંપની સાથે સંકળાયેલા અન્ય કેમ્પસમાં પણ સર્ચ કરી રહ્યું છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓની ઓફિસો અને ઘરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીનો જબરો પ્રતાપ, દુનિયાના દરેક અબજોપતિઓને ધૂળ ચટાડી, એક જ દિવસમાં સંપત્તિ આસમાને પહોંચી ગઈ

કંપનીના શેરમાં 4.55 ટકાનો ઘટાડો

આ સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં 4.55 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેર રૂ. 1451ના દિવસના તળિયે ગયા છે. BSE ડેટા અનુસાર, કંપનીનો શેર 3.32 ટકા એટલે કે 50.50 ટકાના ઘટાડા સાથે રૂ. 1469.70 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, કંપનીનો શેર આજે રૂ.1510 પર ખૂલ્યો હતો. એક દિવસ પહેલા કંપનીના શેર રૂ. 1520.20 પર બંધ થયા હતા.

આ પણ વાંચો: ભારતીય રિઝર્વ બેંકમાં આવી ભરપૂર નોકરીઓ, ગ્રેજ્યુએટ લોકો તાત્કાલિક અરજી કરી દો, પગાર 55000થી પણ વધારે મળશે

આ કંપનીની ઓફિસમાં પણ ITના દરોડા

આવકવેરાની ટીમે કાનપુરમાં જૂતા બનાવતી પ્રખ્યાત કંપની યુરો ફૂટવેરની ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે. યુરો ફૂટવેર એક મોટી જૂતા ઉત્પાદક કંપની છે જે જૂતાની નિકાસ પણ કરે છે. દેશમાં ઘણી જગ્યાએ તેની ઓફિસો અને ફેક્ટરીઓ છે. 

આ પણ વાંચો: બે-ચાર નહીં પણ 18 પ્રકારની લોન હોય, તમે કેટલું જાણો છો? બેંકમાં જતા પહેલા મેળવી લો ખૂબ જ ઉપયોગી જાણકારી

બપોરે 2 વાગ્યાની આસપાસ આવકવેરા વિભાગની ટીમે સિવિલ લાઈન્સ સ્થિત ક્રિષ્ના ટાવરની ઓફિસમાં અચાનક દરોડો પાડ્યો હતો. આવકવેરાની ટીમે 3 વાહનોમાં આવીને સીડી દ્વારા ચોથા માળે આવેલી કંપનીની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત પણ હાજર હતો.