Top Stories
khissu

ભારતીય રિઝર્વ બેંકમાં આવી ભરપૂર નોકરીઓ, ગ્રેજ્યુએટ લોકો તાત્કાલિક અરજી કરી દો, પગાર 55000થી પણ વધારે મળશે

RBI Sarkari Bharti: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં નોકરી ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. જેઓ આરબીઆઈ (સરકારી નોકરી) માં નોકરીની અપેક્ષા રાખે છે તેઓ કોઈપણ વિલંબ વિના તરત જ અરજી કરી શકે છે. આ માટેની અરજી પ્રક્રિયા 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જેઓ આરબીઆઈ સહાયક માટે અરજી કરવા માંગે છે તેઓ આરબીઆઈની અધિકૃત વેબસાઈટ.rbi.org.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 4 ઓક્ટોબર અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

આ પણ વાંચો: શેર માટીની ખોટ ધરાવતી મહિલા આજે ભૂલ્યા વગર રાખી લો આ વ્રત, શિવ-પાર્વતીની કૃપાથી ઘરે પારણું બંધાશે!!

અરજી કરવા માટે સ્નાતક હોવું આવશ્યક છે

કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેની પાસે 1 સપ્ટેમ્બર, 2023 સુધીમાં કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય, SC, ST અને PWD ઉમેદવારો માટે કોઈ ન્યૂનતમ ગુણની આવશ્યકતા નથી. પરંતુ તે માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. ભૂતપૂર્વ સૈનિકોની વાત કરીએ તો, તેમની પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા હોવી જોઈએ અને ઓછામાં ઓછા 15 વર્ષનો સંરક્ષણ સેવાનો અનુભવ હોવો જોઈએ.

ભાષાનું જ્ઞાન હોવું જોઈએ

ચોક્કસ ભરતી કચેરીમાં કોઈપણ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોને તે ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉપરાંત ભરતી કચેરી જે રાજ્ય હેઠળ આવે છે તે રાજ્યની ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજી શકતા હોવા જોઈએ.

આ પણ વાંચો: બે-ચાર નહીં પણ 18 પ્રકારની લોન હોય, તમે કેટલું જાણો છો? બેંકમાં જતા પહેલા મેળવી લો ખૂબ જ ઉપયોગી જાણકારી

RBI સહાયક ફોર્મ ભરવા માટે વય મર્યાદા

RBI સહાયક માટે અરજી કરનારા તમામ ઉમેદવારોની 1લી સપ્ટેમ્બરના રોજ લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષની હોવી જોઈએ. મતલબ કે જે ઉમેદવારોનો જન્મ 2 સપ્ટેમ્બર 1995 પહેલા અને 1 સપ્ટેમ્બર 2003 પછી થયો ન હોવો જોઈએતો. તેમજ, સરકારી નિયમો મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પરીક્ષા ઓક્ટોબર મહિનામાં યોજાઈ શકે છે

આરબીઆઈ સહાયક 2023 ભરતી પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા 21 અને 23 ઓક્ટોબરના રોજ સુનિશ્ચિત થયેલ છે અને મુખ્ય પરીક્ષા 2 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો:  ધનતેરસ પહેલા સોનું કે ચાંદી શું ખરીદવું જોઈએ? તહેવાર સુધારવો હોય તો ધ્યાનમાં રાખજો આ મુદ્દા, મોજે મોજ થઈ જશે!

આ રીતે પસંદગી થશે

જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરશે તેમની પસંદગી પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ભાષા પ્રાવીણ્ય કસોટી (LPT) દ્વારા કરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે ફી ભરવાની રહેશે

SC/ST/PWBD/EXS: ઉમેદવારોએ 50 રૂપિયા વત્તા 18 ટકા GST ચૂકવવો પડશે.
જનરલ/OBC/EWS: રૂ 450 વત્તા 18 ટકા GST.
કર્મચારીઓને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.