વર્ષના પહેલા શનિવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો 24 અને 22 કેરેટનો ભાવ

વર્ષના પહેલા શનિવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો 24 અને 22 કેરેટનો ભાવ

વર્ષ 2025ની શરૂઆત થતાં જ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા વર્ષના ચોથા દિવસે એટલે કે 4 જાન્યુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 

આજે સોનાના ભાવમાં 750 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોના અને 24 કેરેટ સોનામાં આ કિંમત વધી છે. આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે.

4 જાન્યુઆરીએ ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 79 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 72 હજાર રૂપિયાથી વધુ છે. ગયા વર્ષે સોનાએ 2024માં રોકાણ કરનારાઓને 27 ટકા વળતર આપ્યું છે. 2010 પછી સોનાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

આજે 4 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 92,500 છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો દર શું છે?

અમદાવાદ ગોલ્ડ રેટ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.