Top Stories
આ સરકારી બેંકે પોતાના ગ્રાહકોને આપી ભેટ, વિશેષ FD પર રોકાણનો સમય લંબાવ્યો, જાણો સમયમર્યાદા

આ સરકારી બેંકે પોતાના ગ્રાહકોને આપી ભેટ, વિશેષ FD પર રોકાણનો સમય લંબાવ્યો, જાણો સમયમર્યાદા

જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે તેના ગ્રાહકોને ભેટ આપી છે.  બેંકે તેની ખાસ FDમાં રોકાણ કરવાની સમયમર્યાદા લંબાવી છે. તમે 31 માર્ચ, 2025 સુધી ઇન્ડિયન બેંકની વિશેષ FD સ્કીમ્સ Ind Super 400 Days અને Ind Supreme 300 Days માં રોકાણ કરી શકો છો.  અગાઉ આ સમયમર્યાદા 30 નવેમ્બર, 2024 હતી.

ઇન્ડિયન બેંકની Ind Super FD 400 દિવસ માટે છે.  આ એક કૉલેબલ FD છે. મતલબ કે આમાં તમને સમય પહેલા પૈસા ઉપાડવાનો વિકલ્પ મળે છે.

તમે ઇન્ડ સુપર 400 ડેઝ સ્કીમમાં રૂ. 10 હજારથી રૂ. 2 કરોડ સુધીનું રોકાણ કરી શકો છો. જેમાં સામાન્ય લોકોને 7.25 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સિનિયર સિટીઝનને 8.00 ટકા વ્યાજ મળી રહ્યું છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ઇન્ડ સુપ્રીમ 300 ડેડ સ્કીમ 1 જુલાઈ, 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તમે આ FD પર 300 દિવસ માટે રૂ. 5000 થી રૂ. 2 કરોડથી ઓછા રોકાણ કરી શકો છો.

ઇન્ડ સુપ્રીમ 300 ડેડ સ્કીમમાં, બેંક 7.05 ટકાથી 7.80 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. આ યોજનામાં સામાન્ય લોકોને 7.05 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.55 ટકા અને સુપર વરિષ્ઠ નાગરિકોને 7.80 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.