Top Stories
હવામાન વિભાગ દ્વરા ફેરબદલ આગાહી...

હવામાન વિભાગ દ્વરા ફેરબદલ આગાહી...

ગુજરાતમાં આવતીકાલથી ફરી સક્રીય થઈ શકે છે ચોમાસુ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. 19 થી 21 ઓગસ્ટ સુધી પડી શકે છે સારો વરસાદ. લો-પ્રેશરની અસરને કારણે ગુજરાતમાં પડી શકે છે વરસાદ. બાકી રહેલ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ હવામાન ખાતાએ ગુજરાત માટે જણાવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર
ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં હજી 46 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. જ્યારે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સિઝનનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે. હાલમાં ખેડૂતોનાં પાકને સારા વરસાદની ખાસ જરૂર છે. કેમ કે ખરીફ પાકને ભારે નુકસાન જવાની સંભાવના છે અને જળ સંકટ પણ ઉભું થઈ શકે છે.

ત્યારે ફરી એક વાર બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાયું છે. જે ગુજરાતને સારો વરસાદ આપી શકે છે. મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે ગઈ કાલે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આગમી ૫ દિવસ રાજ્યમાં કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ આજે ફરી વરસાદ આગાહી કરવામાં આવી છે.