Top Stories
આગમી 5 દિવસ વરસાદ આગાહી, જાણો ક્યાં વિસ્તારોમા...

આગમી 5 દિવસ વરસાદ આગાહી, જાણો ક્યાં વિસ્તારોમા...

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૮૦થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. ગત મોડી રાત્રે અમદાવાદ જીલ્લામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદ આગાહી કરી છે. 

આગમી 5 દિવસ શું છે આગાહી? 
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જ્યારે સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે. 

ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લે સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની થોડી ઘણી અસરો હાલમાં ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં જોવા મળી રહી છે. આજે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી જણાવી છે. 

ભારે વરસાદથી ખેડૂતના પાકને નુકસાન 
ગુજરાતના ઘણા તાલુકાઓમાં છેલ્લા પંદર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ ખેડૂતોના પાકતા પાકને ભારે નુકસાન પહોંચાડે છે. મગફળી, બાજરી અને કઠોળ જેવા ધાન્ય પાકોને ભારે નુકશાન થઈ રહ્યું છે. જોકે આવનાર દિવસોમાં હજી પણ ચાલુ વરસાદ એક્ટિવિટી ચાલુ રહશે.