Top Stories
khissu

87 વર્ષ જૂની સરકારી બેંકે FD પર વ્યાજ દરમાં કર્યો તોતિંગ વધારો, નવા રેટ જાણીને ગ્રાહકો મોજમાં આવી ગયાં

Indian Overseas Bank: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 5 એપ્રિલ 2024 ના રોજ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં સતત સાતમી વખત પોલિસી રેટ રેપોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. તે જ સમયે 10 ફેબ્રુઆરી 1937ના રોજ સ્થપાયેલી જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે.

બેંકે પસંદગીના કાર્યકાળ માટે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી માટેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા FD વ્યાજ દર 15 એપ્રિલ, 2023 થી લાગુ થશે.

444 દિવસ માટે 7.30 ટકા વ્યાજ મળશે

ફેરફાર બાદ બેંક 444 દિવસની FD પર મહત્તમ 7.30 ટકા વ્યાજ આપશે. બેંક વરિષ્ઠ નાગરિકોને પ્રમાણભૂત દર પર વધારાના 0.50 ટકા વ્યાજ અને તેના સુપર વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકા વ્યાજ ઓફર કરવાનું ચાલુ રાખશે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા FD દરો

બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 14 દિવસની FD પર 4 ટકા
15 દિવસથી 29 દિવસની FD પર 4.5 ટકા
30 દિવસથી 45 દિવસની FD પર 4.5 ટકા 
46 દિવસથી 60 દિવસની FD પર 4.5 ટકા
61 દિવસથી 90 દિવસની FD પર 4.25 ટકા
91 દિવસથી 120 દિવસની FD પર 4.75 ટકા 
121 દિવસથી 179 દિવસની FD પર 4.25 ટકા
180 દિવસથી 269 દિવસની એફડી પર 5.75 ટકા 
270 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 5.75 ટકા 
1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 6.90 ટકા વ્યાજ આપે છે.