જો કોરોનાકાળમાં કોઈએ સૌથી સારૂં પ્રદર્શન કર્યું છે તેમાં ફાર્મા સેક્ટરનો સમાવેશ થાય છે. કોરોના જેવી મહામારી વચ્ચે ફાર્મા સેક્ટરનું મહત્વ ઘણું વધી ગયું છે. આ ક્ષેત્ર રોકાણ વધારવાની સાથે-સાથે તેમને સુરક્ષિત રાખવામાં ખૂબ જ સફળ રહ્યું છે, તો બીજી તરફ આજે અમે તમને ફાર્મા સેક્ટર સાથે સંબંધિત કંપનીઓ વિશે જણાવીએ છીએ, જેમાં રોકાણ કરીને તમે સારી આવક મેળવી શકો છે.
કેડિલા હેલ્થકેર
જાણીતી કંપની શેરખાને કેડિલા હેલ્થકેરને 720ના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં સ્ટોક 470 ના સ્તર પર કારોબાર કરી છે. એટલે કે, સ્ટોકમાં 53 ટકા વળતરનો અંદાજ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કંપની કન્ઝ્યુમર વેલનેસથી લઈને ફોર્મ્યુલેશન સુધીના સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ કરી રહી છે. આ ઉપરાંત કેડિલાના કોવિડ પોર્ટફોલિયો જેમાં રસીથી લઈને દવાઓનો સમાવેશ થાય છે.
એરિસ લાઇફસાયન્સ
મોતીલાલ ઓસવાલે એરિસ લાઇફસાયન્સિસ ઇન્વેસ્ટમેન્ટમાં 870ના લક્ષ્ય સાથે રોકાણની સલાહ આપી છે. આ સ્ટોક હાલમાં 737 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે એટલે કે સ્ટોકમાં 18 ટકાથી વધુનું વળતર શક્ય છે, જે કોઈપણ મોટી બેંકની એક વર્ષની FD કરતા ત્રણ ગણાથી વધુ છે. આ કંપની ક્રોનિક કેટેગરીમાં સૌથી ઝડપથી વિકસતી ફાર્મા કંપની છે. જે કંપનીના વેચાણમાં 37 ટકા હિસ્સો ધરાવે છે.
એમી ઓર્ગેનિક્સ
બ્રોકિંગ ફર્મ આનંદ રાઠીએ 1354ના લક્ષ્યાંક સાથે એમી ઓર્ગેનિક્સ રોકાણની સલાહ આપી છે. આ સ્ટોક હાલમાં 1059 ના સ્તરે છે એટલે કે આ સમયે રોકાણ કરવાથી 28 ટકા વળતર મળી શકે છે. આ કંપની ફાર્મા ઈન્ટરમીડિયેટ્સમાં API અને નવી કેમિકલ એન્ટિટીનું ઉત્પાદન કરે છે.