આજ તારીખ 14/07/2021, બુધવારનાં ઊંઝા, જામ જોધપુર, અમરેલી, મહુવા, મોરબી, રાજકોટ, જુનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો
આ પણ વાંચો: PMJDY / જન ધન ખાતાધારકો માટે મોટાં સમાચાર: હવે ગ્રાહકોને ઘરે બેઠાં જ મળશે આ સુવિધાનો લાભ
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2705 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2995 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચાં માટે ખાસ વખણાઈ છે. ગુજરતમાં મરી મસાલાનાં વેચાણ માટે ઉંઝા માર્કેટ યાર્ડ પછી ગોંડલ માર્કેટનો સમાવેશ થાય છે. ગોંડલમાં જીરૂ, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા પાકનું મોટા પ્રમાણમાં લે-વેચ થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં કાળા તલ, જીરૂં ભાવો સારા જોવા મળ્યાં હતાં. ગોંડલ માં જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2511 સુધીના બોલાયાં હતાં. તેમજ કપાસનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1561 સુધીના બોલાયા હતા.
ખાસ નોંધ: (1) લાલ ડુંગળીની આવક તેમજ સફેદ ડુંગળીની આવક રોજે રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકોને મોટો ફાયદો, 31 જુલાઈ સુધીમાં નવો નિયમ લાગુ થશે
(2) ડુંગળી સિવાયની તમામ જણશીની આવક ૨૪ કલાક ચાલુ રહેશે.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામજોધપુર માર્કેટ યાર્ડ:
જામજોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામજોધપુરનાં બજાર ભાવમાં તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામજોધપુરમાં તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1595 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2465 સુધીના બોલાયાં હતાં.
જામજોધપુર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2386 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2475 સુધીના બોલાયાં હતાં.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માં આવેલ બેડી માર્કેટ યાર્ડ ગુજરાતમાં અલગ અલગ પાકો ની લે વેંચ માટે પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટ નાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5250 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2327 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટ યાર્ડ સૌથી વધારે ડુંગળી (લાલ અને સફેદ), નાળીયેર, મગફળી અને કપાસની આવક\વેચાણ માટે પ્રખ્યાત છે. આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 3658 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 5851 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 432 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 269 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1800 સુધીના બોલાયા હતા.
ખાસ નોંધ: (૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ તથા સફેદ ડુંગળી લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ રહેતુ હોવાથી તેમજ માલ ઉતારવા પ્રયાપ્ત શેડની ઉપલબ્ધતા ન હોવાથી લાલ ત્યા સફેદ કાંદાની હરરાજી ઉભા વાહનોમાં થાય છે. તેથી કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્યા વાહનચાલકોએ પોતાના વાહનો સીકયુરીટીની સુચના મુજબ લાઈનસર ઉભા રાખવાના રહેશે. લાઈન સીવાય કે અનઅધિકૃત રીતે કે જગ્યાએ ઉભેલા વાહનોની હરરાજી થશે નહીં તેમજ તેવા ઉભેલા વાહનો / ગાડીને એક માસ સુધી યાર્ડ પ્રવેશ મળશે નહી. જેની ગંભીરતાથી નોંધ લેવી.
આ પણ વાંચો: જાણો કાલના (તા. 13-07-2021, મંગળવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...
(૨) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે મગફળી ત્થા અનાજ લાવતા ખેડૂતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, તા. ૨૨/૬/૨૧ થી મગફળી, અનાજ અને કઠોળની હરરાજી નીચે મુજબ થશે.
ઉપરોકત જણાવેલ વાર મુજબ જ જે તે જણસીને સવારના ૬/૦૦ થી ૧૦/૦૦ દરમ્યાન જ પ્રવેશ મળશે, તે સીવાય કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહી, વરસાદી વાતાવરણ હોવાથી મગફળી ઢાંકવા તાલપત્રી પ્લાસ્ટીક સાથે લાવવાનું રહેશ. જેની ખેડૂતભાઈઓ, કમીશન એ એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2308 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2020 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2060 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2460 સુધીના બોલાયાં હતાં.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ અજમાના પાકને લીધે ખુબ જ પ્રખ્યાત છે. જામનગરમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની ગલ્ફના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ કારણે ભારતમાં અજમાની નિકાસમાં જામનગર ટોચના ક્રમે આવે છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતો અજમો લીલોછમ અને તીખાશવાળો હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે. આ અજમો ઉચ્ચ ગુણવતાવાળો હોવાથી નિકાસમાં મહારાષ્ટ્રના કરનુલ અને મધ્યપ્રદેશના નંદુરબાર બાદ ગુજરાતનું જામનગર ત્રીજા ક્રમે આવે છે. જામનગરમાં જીરુંનો ભાવ સારો જોવા મળ્યો હતો. જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2525 સુધીના બોલાયા હતા.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.